પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ટુવા ગામે ઠંડા-ગરમ પાણીના દુર્લભ કુંડ આવેલા છે અને મહાભારત કાળનું શિવમંદિર અને ભીમની ચોરી છે. આ સ્થળે દેશ વિદેશમાંથી પ્રવાસીઓ આવતા હોય સ્થળના વિકાસ માટે ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી, ગોપાલભાઈ પટેલ, પ્રદેશ કારોબારી સભ્ય ભાજપાના વરદ હસ્તે રૂપિયા એકત્રીસ લાખના વિકાસના કામોનું ખાતમુર્હુત કરવામાં આવ્યું
અને સાથે સાથે આ પૌરાણિક સ્થળને વધારે વિકસીત કરવા માટે નવીન કામો સરકારમાં મંજૂર કરવા માટેની સ્થાનિક ગ્રામજનો અને યાત્રિકોની લાગણીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા વધુ યાત્રાધામ વિકાસ માટેની ગ્રાન્ટ મળે તે માટે જિલ્લા કલેક્ટર, પંચમહાલ મારફતે જરૂરી દરખાસ્ત કરવાની કાર્યવાહી કરવામા આવશે. ટુવા ઠંડા-ગરમ પાણીના કુંડ ખાતે ગ્રામપંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામજનો અને મોટી સંખ્યામાં કાર્યકરો, યાત્રાળુઓ, હોદેદારો હાજર રહ્યા હતાં અને ધારસભ્ય ગોધરા અને ગોપાલભાઈ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભવોનો સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી