ભરૂચ નોટરી બાર એશોસીએશનના આગેવાનોએ ભરૂચ ડિસ્ટ્રિકટ બાર એશોસીએશનની લેટર પેડ પર ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. અને તેમાં એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યુ હતું કે સરકાર અમારી રોજીરોટી પર અંકુશ મૂકી રહી છે. આ અંગે વિવિધ કારણો આપતા આવેદનપત્રમાં જણાવાયું છે કે જામીનોના કામ ઓછા થઈ ગયા છે, નોટરીના લાઇસન્સ અંગે નિયમો કડક કરાયા છે, તલાટીઓને એફિડેવિટની સત્તા આપવામાં આવી છે. આ ઉપરાંત અન્ય કારણો દર્શાવ્યા છે કે જેથી વકીલોની આવક પર અંકુશ આવ્યો હોવાનું આવેદનપત્ર દ્વારા કહેવામાં આવ્યું છે.
Advertisement