ભરૂચ જીલ્લાનાં કોંગ્રેસનાં અને સહકારી ક્ષેત્રેના અગ્રણી સંદીપસિંહ માંગરોલા સામે કેટલાક કેસો આગળ કરીને સંદીપસિંહ માંગરોલાની અટક કરવામાં આવી હતી તેમજ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. આ અંગે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ મુદ્દા સહિતની રજૂઆત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરેલ છે.
તેમણે મુખ્યમંત્રીને કરેલ રજૂઆતમાં ગુજરાત સહકારી મંડળીના અધિનિયમ તેમજ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના જાહેરનામાનો ઉલ્લેખ કરી વિવિધ મુદ્દાઓની છણાવટ કરી છે જે મુજબ ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ વટારીયા ઉદ્યોગ સહકારી મંડળી વટારીયા જિલ્લા ભરૂચને ચૂંટાયેલા સભ્યોની મુદ્દત પૂરી થઈ જતાં સહકારી ધારાધોરણ મુજબ ચૂંટણી આપવી જોઈએ પરંતુ ભાજપના સ્થાનિક નેતાઓ તેમજ ભાજપની ગુજરાત સરકારને એવું જણાયું કે ચુંટણીમાં સંદીપસિંહ માંગરોલાની પેનલ જીતે તેવી સંભાવના છે સાથે જ તેઓ આ સંસ્થા પર ભારતીય જનતા પાર્ટીનો કબ્જો થાય તેવી ઈચ્છા રાખી રહ્યા હોવાથી હવે સરકારી, સહકારી પોલીસ તંત્ર વગેરેનો દુરુપયોગ કરીને જાણે કે આ તમામ તંત્રો ભારતીય જનતા પાર્ટીના તંત્રો હોય તે મુજબ ભાજપના ઇશારે કામ કરી સંદીપસિંહ માંગરોલા પર ખોટા કેસ કરી તેમણે ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા છે. જે અંગે ખૂબ મુદ્દા સમક્ષ અને ગણેશ સુગરના સભાસદોના હિતમાં ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ રજૂઆત કરી છે સાથે જ હાઈકોર્ટે આપેલ ચુકાદાનો પણ ઉલ્લેખ કરેલ છે. આ અંગે તેમણે 8 જેટલા પત્રોનો પણ ઉલ્લેખ કરી તેમજ તપાસ અહેવાલોનો પણ ઉલ્લેખ કરી સંદીપસિંહ માંગરોલા સામે જે આક્ષેપો કરવામાં આવેલા છે તેમાં વહીવટી ભૂલો દેખાડી સંદીપસિંહ માંગરોલાએ કોઈ ઉચાપત કર્યો હોય તેવું સાબિત કરી શકયું નથી એમ જણાવ્યુ હતું.
ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાનો સીધો આક્ષેપ : ગણેશ સુગરનો વહીવટ ભારતીય જનતા પાર્ટીએ લેવો છે.
Advertisement