ભરૂચ જીલ્લામાં તા.3/1/22 ના રોજથી કોરોના પોઝીટીવ કેસ ડબલ ડીઝીટ એટલે કે બેવડા આંકમાં આવતા વહીવટી તંત્ર ચોંકી ઊઠયું છે સાથે કોરોનાને નિયંત્રણમાં લેવા અંગે કડક આદેશો બહાર પાડવામાં આવ્યા છે. આ આદેશોની વિગત જોતાં આવનાર તા.18/1/22 સુધી જાહેરમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થઈ શકશે નહીં તે સાથે સભા, સરઘસ, રેલી, હડતાળ અને આવેદનપત્ર પાઠવવા પર પ્રતિબંધ લગાડતા વહીવટી તંત્ર કોરોનાને નિયંત્રણમાં લેવા મેદાને પડયું હોય એમ કહી શકાય પરંતુ આજ દિવસોમાં મકરસંક્રાંતિનો પર્વ આવતો હોય સતત ત્રીજા વર્ષે ભરૂચ જિલ્લાના રહેવાસીઓ માટે આકાશી યુદ્ધનો પર્વ ઉજવી શકશે નહીં તેવું હાલ જણાય રહ્યું છે.
Advertisement