કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને ચાર લાખની સહાય ચૂકવવા બાબતે કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરજણના નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ એક બાજુ સરકાર મોતના આંકડા છૂપાવવાની રમત કરી સરકારી ચોપડે નોંધાયેલા મૃતકોની યાદી ગેઝેટ મારફતે પ્રસિધ્ધ કરતી ન હોવાના આક્ષેપ કર્યા હતા. મૃતકોના આધાર પુરાવા તપાસી મરણના પ્રમાણપત્રમાં સુધારો કરવા જિલ્લા દીઠ નોડલ ઓફિસરની નિમણુક ન કરતી હોવાના આક્ષેપ કર્યા હતા.
મરણ પત્રમાં અન્ય બીમારી હોવાનું દર્શાવી મૃત્યુ આંક છુપાવતી હોવાના સરકાર પર આક્ષેપ કર્યા હતા. કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને મોંઘી સારવારના કારણે આર્થિક રીતે પાયમાલ થયેલા લોકોને મદદરૂપ બનવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ ૧૯ અંતર્ગત ન્યાય યાત્રાનું સમગ્ર ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાનો હેતુ મૃતકોની વિગત ઓનલાઇન વર્ચ્યુઅલ મેમોરિયલ અપલોડ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો તેમજ ન્યાય પત્રની ચાર માંગણીઓ જેમાં કોવીડ ૧૯ માં મૃત્યુ પામેલા લોકોને મૃતક માટે રૂપિયા ચાર લાખનું વળતર, કોવિડ ગ્રસ્ત તમામ દર્દીઓના તમામ આરોગ્ય બિલની રકમની ચુકવણી, સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ, કોવિડથી અવસાન પામ્યા હતા.
તે સરકારી કર્મીઓના સંતાન પરિવારજનોનો પૈકી કાયમી નોકરી જેવી માંગણીઓ દ્વારા કોરોના મહામારી ના અસરગ્રસ્ત લોકોને મદદરૂપ થવાના હેતુથી કરજણ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પીન્ટુ પટેલ, કોંગી અગ્રણી અભિષેક ઉપાધ્યાય, ભાસ્કર ભટ્ટ, વડોદરા શહેર, જિલ્લા અઘ્યક્ષા લતાબેન સોની, નીલાબેન ઉપાધ્યાય, જિલ્લા પંચાયત સદસ્ય દીપ્તિ ભટ્ટ તેમજ કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, કરજણ