Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિદેશી દારૂ સાથે બે ઇસમોને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા.

Share

વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળેલ બાતમીના આધારે જંગી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો જે અંગે બે આરોપીઓની અટક કરવામાં આવી હતી. આ અંગેની વિગત જોતા એમ.એસ.ભરાડા, ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા સુધિરકુમાર દેસાઇ પોલીસ અધીક્ષક, વડોદરા ગ્રામ્ય, વડોદરાએ દારુ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃતી અંકુશમાં લેવાના ઉદેશથી પ્રોહીની હેરાફેરી પર કાબુ રાખવા કાર્યવાહી કરવા સુચનાઓ આપવામાં આવેલ હતી જે આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા ગ્રામ્ય, વડોદરાએ આપેલ સૂચના મુજબ એલ.સી.બી. ટીમને મળેલ ચોકકસ બાતમીના આધારે એક મારૂતી ઇક્કો ગાડીમાં ગેરકાયદેર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને હાલોલ તરફથી સાવલી થઈ વડોદરા તરફ જનાર છે જે ચોકકસ બાતમી હકિકતના આધારે એલ.સી.બી. ટીમ સાવલી – હાલોલ રોડ ઉપર આવેલ વકીલપુરા ગામના બસ સ્ટેન્ડ પાસે નાકાબંધીમાં રહી બાતમી હકિકતવાળી ઇક્કો ગાડીને ઝડપી પાડી ગાડીમાંથી બે ઇસમો કરણભાઇ નરવતસિંહ ચૌહાણ નરવતસિંહ મોહનસિંહ ચૌહાણ બન્ને રહે. માંકડ તા.કાલોલ જી.પંચમહાલ નાને ઝડપી પાડી તેઓને સાથે રાખી ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો અને કવાર્ટરીયા તેમજ બીયરના ટીન મળી કુલ નંગ – રરર કિ.રૂ. ૩૯,૨૪૦ /- તથા મોબાઇલ ફોન નંગ ૦૨ રૂ.૧૦,૦૦૦ / – તથા મારૂતી સુઝુકી ઇક્કો ગાડી કી.રૂ .૩,૦૦,૦૦૦ / – મળી કુલ રૂપીયા ૩,૪૯,૨૪૦ /- નો મુદ્દામાલ કબ્જે કરી વિદેશી દારુ કયાંથી લાવેલ અને કોને આપવાનો હતો તે બાબતે પુછપરછ કરતા આ વિદેશી દારુ દાહોદ પીટલ ખાતે રહેતા મામા નામના ઇસમે ભરીને આપેલ હતો અને આ વિદેશી દારુ રાવજીભાઈ ચીમનભાઇ તળપદા રહે. ગંભીરા, જી.આણંદ નાએ મંગાવેલ હોવાની હકિકત જણાવતા પકડાયેલ બન્ને ઇસમ તેમજ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર તથા મંગાવનાર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સાવલી પોલીસ સ્ટેશનમાં પ્રોહી કેસ રજિસ્ટર કરાવી પકડવાના બાકી આરોપીઓને પકડવા અંગેના ચક્રો ગતીમાન કરેલ છે.

Advertisement

Share

Related posts

પાનોલી: સનફાર્મા કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડી જમીનો સાથે વાતાવરણને પ્રદુષિત કરતા લોકોમાં રોષ…

ProudOfGujarat

વડોદરામાં હાથીખાનાના 400 વેપારી આજે ભારત બંધમાં જોડાયા.

ProudOfGujarat

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં સ્પષ્ટ બહુમતી માટે શું રાજકીય પાર્ટીઓએ આ વખતે કમર કસવી પડશે..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!