Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ : સોનગઢમાં ખ્રિસ્તી ધર્મના પાસ્ટર દ્વારા તરુણી પર બળાત્કાર ગુજારવાની ઘટનાનાં વિરોધમાં પાઠવ્યું આવેદનપત્ર.

Share

માંગરોળમાં ધર્મ જાગરણ સંગઠન અને આર એસ એસ દ્વારા સોનગઢમાં ખ્રિસ્તી ધર્મના પાસ્ટર દ્વારા તરુણી ઉપર બળાત્કાર ગુજારવાની ઘટનાના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

માંગરોળ તાલુકા ર્ધર્મ જાગરણ સંગઠનના સંયોજક ધર્મેશભાઈ વસાવા આર એસ એસ ના કાર્યવાહક જગદીશ પટેલ એ બી વી પી ના મિહિર પ્રજાપતિ અંકિત પટેલ વગેરે દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને લખેલું એક આવેદનપત્ર માંગરોળના મામલતદારને સુપરત કરી જણાવ્યું કે તાપી જિલ્લામાં આવેલ સોનગઢ તાલુકાની ૧૬ વર્ષીય સગીર બાળકી સાથે ઓળખાણ બનાવી વાસનાલોલુપ ખ્રિસ્તી ઘર્મના ચર્ચના પાસ્ટર દ્વારા વારંવાર દુષ્કર્મ કરી બાળકીને પીંખી નાખવામાં આવેલ અને તેની સાથે તેની પત્ની દ્વારા સગીર બાળકી સાથે થતા દૂષ્કર્મની ઘટનાના ફોટાઓ નરાધમની પત્ની દ્વારા પાડવામાં આવેલા આ ઘટના હાલમાં સામે આવેલ છે જે આરોપીઓ સામે સખત પગલા ભરી ઘટતી તમામ કાર્યવાહી કરવામા આવે. તાપી જિલ્લો આદિવાસી સમાજની બહુલક વસ્તી ધરાવતો વિસ્તાર છે. નાબાલીક બાળકીઓ તથા સ્ત્રીઓ ઉપર વિધર્મીઓ દ્વારા અવારનવાર બળાત્કાર કરવાની, મુળ ધર્મ વિરોઘી પ્રવૃતિઓ કરવાની તથા હેરાન-પરેશાન કરવા બાબતની ઘટનાઓ સામે આવી રહેલ છે ત્યારે તંત્ર દ્વારા આવા ઘાર્મિક કેન્દ્રો ઉપર થતી સૃષ્ટિ વિરૂધ્ધની પ્રવૃતિઓને કારણે કાયમ માટે આવા કેન્દ્રોને સીલ(બંધ) કરી સરકાર હસ્તક કરી લેવા અમારી માંગ છે. આવી ઘટનાઓ સામે તંત્રએ લાલ આંખ કરવાની જરૂર છે તથા સગીરો ઉપર દૂષ્કર્મ કરવા જેવી ઘટનાઓમાં સંડોવાયેલ આરોપીઓને કડકમાં કડક સજા થાય તથા તેવી ઘટનાઓ પાછળના મુખ્ય મહોરાઓને સમાજ સામે ઉજાગર કરવામાં આવે આપણા તાલુકામાં ઘર્માતરણ અને ચર્ચમાં થતી આર્થિક તથા જાતીય શોષણની પ્રવૃતિઓ ઉપર તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં નહી પરિસ્થિતિ બગડે તેમ છે. ઉપરોકત ઘટનાની ઝડપથી અને નિષ્પક્ષ તપાસ કરવામાં કચાશ રખાશે તો આગળ જતા શાંતિ ડહોળાય અને આંદોલનનું સ્વરૂપ લે તો તેની જવાબદારી સરકારી તંત્રની રહેશે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

લીંબડી દોલતસર તળાવમાંથી યુવાનની લાશ મળી આવી.

ProudOfGujarat

ભરૂચ દૂધધારા ડેરી ખાતે સતત પાંચમી વખત ચેરમેન તરીકે ઘનશ્યામભાઈ પટેલની નિયુક્તિ કરાઇ.

ProudOfGujarat

મહેમદાવાદમા આવેલ રેલ્વેના ગરનાળામા ભર ઉનાળે ચોમાસું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!