પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ-રાજપારડી રોડ ઉપર આવેલ બલેશ્વર ગામના ચંદ્રકાંત વસાવાએ પોતાની દીકરી મુસ્કાનનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ અને ક્રેઝ જોઈ પોતાના ખેતરને ગ્રાઉન્ડમાં ફેરવી નાખ્યું હતું.નેત્રંગ તાલુકા સહિત આજુબાજુના વિસ્તારના ક્રિકેટપ્રેમીઓ પ્રેક્ટિસ કરે છે.ચંદ્રકાંત વસાવાની મહેનત રંગ લાવી છે.
આજની યુવાપેઢીમાં ક્રિકેટની રમત પ્રત્યેનો ક્રેઝ વધારે છે.ત્યારે વુમન ક્રિકેટર પણ ઘર આંગણે પોતાની ઓળખ બનાવી ક્રિકેટની ફિલ્ડમાં સારૂ પ્રદર્શન કરે તે હેતુથી સ્વ.મધુબેન ફતેસિંહ વસાવા ટ્રોફી ઇન્ટર સ્ટેટ વુમન ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૦- ૨૧નું આયોજન કરાયું હતું.જેમાં ગુજરાતની ૭ અને મહારાષ્ટ્રની પણ બે ગર્લ્સ ટીમોએ ભાગ લીધો હતો. ભરૂચ,સુરત-૧ સુરત-૨ વલસાડ,આણંદ,અમદાવાદ,નવસારી અને નાસીક અને અમરાવતી (મહારાષ્ટ્ર) ની જેવી અંડર -૧૯ ગર્લ્સ ટીમોએ ભાગ લીધો હતો.જેની ફાઈનલ મેચ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ દુષ્યંત પટેલની ઉપસ્થિતમાં યોજાઇ હતી.જેમાં ટુર્નામેન્ટ જીતનાર સુરતની ટીમને ટ્રોફી આપી અભિવાદન કરાયુ હતુ.
નેત્રંગના બલેશ્વર ગામમાં ઇન્ટર સ્ટેટ વુમન ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ.
Advertisement