Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતથી આંતરરાજ્ય હવાઈ સેવાનો શુભારંભ કરાયો.

Share

રાજ્યના નાગરિકોને ઉડ્ડયનની સેવાઓ સત્વરે પુરી પાડવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે. જેના ભાગરૂપે આજે તા.૧લી જાન્યુ.એ સવારે ૮.૩૦ વાગે સુરત એરપોર્ટ પરથી રાજ્ય સરકારના સહયોગથી વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરતથી આંતરરાજ્ય હવાઈ સેવાઓનો ઉડ્ડયનમંત્રી પૂર્ણેશભાઈ મોદી, કેન્દ્રીય રેલ્વે મંત્રી દર્શનાબેન જરદોશ તથા સાંસદ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં શુભારંભ કરાયો.

આ પ્રસંગે ઉડ્ડયન રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી, કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયા, મેયર હેમાલીબેન બોઘાવાલાની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાજ્ય હવાઈ સેવા પૂરી પાડનાર સુરતની એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેક્ટ લિ.તા.૧ જાન્યુ.૨૦૨૨ થી ૯ સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી આ ૪ સેક્ટર પર દૈનિક ફ્લાઈટ શરૂ કરી. રાજ્ય સરકાર દ્વારા એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેકટ સાથે રાજ્યમાં વિવિધ શહેરોને પરસ્પર હવાઈમાર્ગે જોડવા માટે કરાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે પ્રારંભ થનાર આ હવાઈસેવા દુનિયામાં સૌથી સુરક્ષિત કેટેગરીમાં સામેલ એવા સેસના ગ્રાન્ડ કેરેવાન દ્વારા પૂરી પાડવામાં આવશે.

વેન્ચુરા દ્વારા વિમાન ૯ પેસેન્જર અને ૨ પાઈલોટ સાથે ઉડાન ભરશે અને સેકટર પ્રમાણે સુરતથી ભાવનગર ૩૦ મિનિટમાં, સુરતથી અમરેલી ૪૫ મિનિટમાં, સુરતથી અમદાવાદ ૬૦ મિનિટમાં અને સુરતથી રાજકોટ ૬૦ મિનિટમાં સફર પૂર્ણ થશે. રાજ્ય સરકારના સહયોગથી શરૂ થઈ રહેલી આ ઝડપી હવાઈસેવાનો ઈમરજન્સીના સમયે વૃદ્ધ-અશક્તો માટે તો ફાયદો થશે જ, સાથોસાથ ઉદ્યોગો, અને પ્રવાસનને પણ મોટો લાભ થશે. આ એરલાઈન્સનો તમામ વર્ગના લોકો લાભ લઈ શકે તે માટે પ્રારંભિક ધોરણે સંપૂર્ણ જાન્યુઆરી મહિના માટે તમામ સેકટર માટે એકસમાન રૂ. ૧૯૯૯ ટિકિટદર રાખવામાં આવ્યો છે. આમ, નવા વર્ષે સુરતને નવી ઉડ્ડયન સેવાનો સુરતવાસીઓને લાભ મળશે.

Advertisement

સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર યોજાનાર સમારોહમાં રાજ્યના ઉડ્ડયન વિભાગ સચિવ હારિત શુકલા, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, સુરત એરપોર્ટ ડાયરેકટર અમન સૈની, કેપ્ટન અજય ચૌહાણ, નિયામક, નાગરિક ઉડ્ડયન અને CEO ગુજસેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ઝઘડિયા તાલુકાનાં એક ગામની સગીરાને ધોલેરા તાલુકાનો ઇસમ લગ્નની લાલચે ભગાડી જતાં ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચના ઝાડેશ્વર ખાતે ” એક શામ શહીદો કે નામ ” કાર્યક્રમમાં હાજર રહેલ શહીદોના ૨ પરિવારોને ૧-૧ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો હતો.બાકીની રકમ શહીદોના ઘરે જઈ ને હાથો હાથ ચેક અર્પણ કરાશે…

ProudOfGujarat

સોનગઢ ખાતે રાખેલ શાંતિ બોદ્ધ વિહાર સંઘનુ વિવિધ જગ્યાએ સ્વાગત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!