31 ડિસેમ્બર ના અનુસંધાને એલ.સી.બી. દ્વારા વિદેશી દારૂ અંગે દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં ભરૂચ શહેર “ એ ” ડીવીઝન પો.સ્ટે વિસ્તારમાં સમાવેશ પામતા આલી માતરીયા તળાવ નજીક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ ઇન્સપેક્ટર જે.એન ઝાલાનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સુચનાઓ આધારે પ્રોહીબિશન કેશો શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા.
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતી દરમ્યાન મળેલ બાતમી આધારે ભરૂચ શહેર એ ડીવીઝન પોસ્ટ વિસ્તારમાં BSNL, ઓફીસ પાછાળ આલી માતરીયા તળાવ ઝુંપડપટ્ટીમાં રહેણાંક મકાનમાં રેઇડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ -૨૬૨ સહીત કુલ કુલ મુદ્દામાલ કિં.રૂ ૪૩,૩૦૦/- નો કબ્જે કરી આરોપી (1) રાકેશ ઉર્ફે રાકો મોહનભાઈ વસાવા રહેવાસી BSNL ઓફીસ પાછળ, આલી માતરીયા તળાવ ઝુંપડપટ્ટી ભરૂચની અટક કરી કાયદેસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ભરૂચ શહેર એ ડીવીઝન પો.સ્ટે. સોંપવામાં આવેલ છે. જયારે વોન્ટેડ આરોપીઓમાં (1) નયન ઉર્ફે બોબડો કિશોરભાઈ કાયસ્થ રહેવાસી દાંડીયા બજાર, ભરૂચ (2) યોગેશ ઉર્ફે ફકાટ શનુભાઈ મિસ્ત્રી રહેવાસી સમની ગામ તા.આમોદ જી.ભરૂચને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.