ભરૂચ જિલ્લાના અગ્રણી કોંગ્રેસના કાર્યકર અને સુગરક્ષેત્ર અને તેથી સહકારી ક્ષેત્રના આગેવાન સંદીપસિંહ માંગરોલાનો પોલીસ સતત પીછો કરી રહી છે. તાજેતરમાં કઠિત અને ન પુરવાર થયેલ સુગર કૌભાંડના આક્ષેપ અંગે જેલ કસ્ટડીમાં રહેલ સંદીપસિંહ માંગરોલા જેલમાંથી મુક્ત થયા ત્યારથી જ પોલીસ તેમનો પીછો કરી રહી છે. આજરોજ ગણેશ સુગરના માજી.ચેરમેન અને કૉંગ્રેસ અગ્રણી સંદીપસિંહ માંગરોલા દ્વારા સુરત જિલ્લાના બોઈદરા ગામ ખાતે આવેલ ફાર્મ પર સ્થાનિક આગેવાનો અને ખેડૂતો સાથે શુભેચ્છા મુલાકાત લેતા હતા ત્યારે કોસંબા પોલીસના પી.આઈ સહિતનો કાફલો ફાર્મ હાઉસમાં પોહચી આવતા સ્થાનિક આગેવાનો અને ખેડૂતોમાં કુતુહલ જોવા મળ્યું હતું ત્યારે ત્યાં તપાસ કરતા કઈ પણ ગુનાહિત વસ્તુ ના મળી આવતા સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક માટે આવ્યા હોઈ એવું જણાવતા હતા ત્યારે લોકો દ્વારા રજુઆત કરતા પોલીસ પી.આઈ સહિતનો કાફલો સંદીપ માંગરોલા અને એમના સમર્થક શુભેચ્છકોને વિખેરી ભારતીય જનતા પાર્ટીની સરકારના ઇશારા ઉપર દમનકારી પગલાં ભરી ત્યાંથી રવાના થયો હતો.
કોંગ્રેસના અને સહકારી ક્ષેત્રના આગેવાન સંદીપસિંહ માંગરોલા પાછળ પોલીસ કેમ પીછો કરે છે …?
Advertisement