સરકાર દ્વારા તાજેતરમાં ટેકસટાઇલ ઉદ્યોગો ઉપર 5 ટકાથી વધારીને 12 ટકા સુધીના જીએસટી વધારો કરવામાં આવ્યો હતો જેમાં ટેકસટાઇલ ઉદ્યોગો પર નિર્ભર રહેલા મજુરો એ વિરોધ પ્રદર્શિત કરતા આજે બે કલાક સુધી જીએસટી કાઉન્સિલ મીટીંગ ચાલી હતી. મિટિંગમાં સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે કે હાલના સંજોગોમાં કાપડ ઉદ્યોગો પર લખવામાં આવેલો 12% જી.એસ.ટી મોકૂફ રાખવામાં આવ્યો છે. કાપડ ઉદ્યોગ પર નાખવામાં આવેલા જીએસટીના વધારા પર સમગ્ર ગુજરાતમાં મોટા પાયે વિરોધની આગ જોવા મળી હતી જેમાં સુરત, અમદાવાદ સહિત નાના પાયે કામ કરતા વેપારીઓ અને ટેકસટાઇલ ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોએ વિરોધ પ્રદર્શિત કરતા સરકારને હાલના તબક્કે આ નિર્ણય મોકૂફ રાખતા વેપારીઓએ એકબીજાને મીઠાઇ ખવડાવીને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. હાલ કાપડનાં ઉદ્યોગો પર પાંચ ટકા જીએસટી યથાવત રાખવાની જાણ સુરતના કાપડ ઉદ્યોગ મંત્રી દ્વારા કરવામાં આવી છે.
કાપડ પર GST વધારો મોકૂફ થતાં સુરતના વેપારીઓમાં ખુશીનો માહોલ.
Advertisement