ભરૂચ તાલુકાના કહાન ગામમાં એક મકાનમાં કોબ્રા સાપનું જોડું દેખાતા ભારે ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મહમદ શાહ કોલોનીમાં રહેતા ઈમરાન ભાઈ સરપંચના ઘરે કોબ્રા નામના સાપનું જોડુ દેખાતા ઈમરાનભાઈએ ભરૂચ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના મુબારક પટેલ માંચ વાળાને જાણ કરતા મુબારક પટેલ અને એમના સહયોગી રોજમીના પટેલ અને મુનાફ પટેલ કહાન ગામમાં પહોંચી વન વિભાગ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સાડાચાર ફૂટ લાંબા બે કોબ્રા સાપ રેસ્ક્યુ કરી પર્યાવરણ વાતાવરણમા મુકત કર્યા હતા.
ગ્રામ્ય વિસ્તારમાં દેખા દેતા જળચર તેમજ અન્ય નુકસાન કરતા પ્રાણીઓને રેસક્યુ કરવા માટે ભરૂચ તાલુકાના આજુબાજુના ગામોમાં કોઈપણ ઝેરી, બિનઝેરી જાનવર દેખા દે છે તો ગ્રામજનો મુબારક પટેલનો સંપર્ક કરી તેઓ પાસે રેક્સ્યુ કરાવી નુકસાન કરતા પ્રાણીઓનો જીવ બચાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુબારક પટેલે અત્યાર સુધીમાં મહાકાય અજગરો તેમજ અન્ય ઝેરી, બિનઝેરી સાપ તેમજ અન્ય પ્રાણીઓના રેસ્કયુ કરી જીવ બચાવી જીવદયાનું ઉમદા કાર્ય કર્યું છે.
યાકુબ પટેલ, પાલેજ