Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : નાંદોદનાં ગોપાલપુરા ગામના રહીશો શિરડી પદયાત્રા જતાં ગ્રામજનોએ શુભેચ્છા પાઠવી.

Share

નાંદોદ તાલુકાનું નાનકડું ગામ ગોપાલપુરા ભક્તિભાવ સાથે જોડાયેલું છે. છેલ્લા 17 વર્ષથી 400 કિમિની શિરડી પદયાત્રા ગોપાલપુરાના ગ્રામજનો કરે છે. ચાલુ વર્ષે પણ ગોપાલરા ગામથી નીકળેલી પદયાત્રાને ગ્રામજનોએ શુભેચ્છા પાઠવી હતી.

ગોપાલપુરા ગામના રહીશો દ્વારા છેલ્લા 17 વર્ષથી ગોપાલપુરા ગામથી શિરડી પદયાત્રા દર વર્ષે યોજાય છે જેમાં ગામના ભાવિક ભક્તો તેમજ તેમના સગા સંબંધીઓ દર વર્ષે જોડાય છે. અત્રે ઉલ્લેખનીયછે કે ગોપાલપુરાથી 400 કીમીની પદયાત્રા 16 વર્ષ પહેલા રાજેદ્રસિંહ જોરાવરસિંહ ગોહિલે સ્વામી પૂર્ણાનંદ( તપોવન આશ્રમ) ગુવારના આશીર્વાદથી શરૂ હતી. જેમાં ગ્રામજનો ઉપરાંત ભક્તજનોમાં માતાઓ, બહેનો, દાદા, દાદીઓ પણ જોડાતા આવ્યા છે. આમ ગામના તમામ લોકો આ પદયાત્રામાં 16 વર્ષ દરમ્યાન જોડાઈ ચુક્યા છે અનેબીજા નવ યુવાનો જોડાતા જાય છે.

આ 11 દિવસની પદયાત્રા દરમ્યાન સવારે આરતી કરી ભક્તજનો ભજનકીર્તન કરી પાલખી લઈને રાત્રી રોકાણ સ્થળે ભજન કરી આરતી કરી પ્રસાદ લેતા હોય છે જેને કારણે ગ્રામજણોના શ્રદ્ધા અને ભક્તિભાવનું વાતાવરણ જોવા મળ્યું છે. જેમાંથી કેટલા ભકતોએ પોતાના ન છૂટે એવા વ્યશનો પણ છોડી વ્યસન મુક્ત પણ બન્યા છે એ ગ્રામજનો માટે ગૌરવની વાત છે. છેલ્લા સાત આઠ મહિનાથી કોરોનાકાળને કારણે ગામના યુવાનોએ આ બીડું ઝડપેલ છે અને આ અખંડ પદયાત્રાને ચાલુ રાખેલ છે. આ વર્ષે પણ કોરોનાના કારણે 10 યુવાનો અને તેમની સાથે બીજા 5 યુવાનો સેવા માટે સાથે નીકળ્યા છે અને આ ગ્રામજનોની ભકતી અવિરત ચાલતી રહે તે માટે ગામજનો તેમજ સમાજના સમસ્ત વકીલો તરફથી આજરોજ આશીર્વાદ આપી આ પદયાત્રા વિદાય પાઠવી હતી.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

લીંબડી જીએસ કુમાર વિદ્યાલય ખાતે એવોર્ડ મેળવનાર કલ્પેશ વાઢેરને સન્માનિત કરાયા.

ProudOfGujarat

વડોદરા : વાસણા રોડ પર સોસાયટીમાં ગેસ સીલીન્ડર બ્લાસ્ટ થતાં મકાનનો ભાગ થયો ધરાશાઈ,૮ લોકો ઘાયલ ૨ ના મોત.

ProudOfGujarat

વડોદરાની MSUની વિદ્યાર્થિનીનો ડીનને પત્ર, શિક્ષકોના ત્રાસથી વિદ્યાર્થીઓ કોર્સ છોડી દેશે કે આપઘાત કરશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!