સુરતના લિંબાયત ગોવિંદ નગર ઈન્ડસ્ટ્રીયલ લુમ્સના ખાતેદારો એ આજે જીએસટીમાં વધારો થતાં કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
સુરતના લિંબાયત ગોવિંદ નગર ઈન્ડસ્ટ્રીયલ લુમ્સ ખાતે તમામ ખાતેદારો આજે હડતાળ પર ઉતરી ગયા હતા. સુરતના લિંબાયત વિસ્તારના ઇન્ડસ્ટ્રીયલ લુમ્સ બંધ કરવામાં આવ્યા હતા અને તમામ ખાતેદારોએ જીએસટીમાં 12% વધારો થતાં સરકાર સમક્ષ કાળી પટ્ટી બાંધીને તમામ ખાતેદારો એ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. અગાઉ જીએસટી ટેક્સ પાંચ ટકા હોય જેમાં વધારો કરી સરકાર દ્વારા ૧૨ ટકા કરાતા તમામ લુમ્સના ખાતેદારોએ આજે હડતાળ કરી હતી.
કોરોના કાળ બાદ લુમ્સના તમામ એકમોમાં પાંચ ટકા જીએસટી પણ પરવડે તેમ ન હોય તેવામાં 12% જી.એસ.ટી સરકાર દ્વારા નાંખવામાં આવતા લુમ્સના તમામ ખાતા ધારકો આજે હડતાળ પર ઉતરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ઘટનાની જાણ લિંબાયત પોલીસને થતાં તમામ ખાતેદારોની અટકાયત કરવામાં આવી હતી.