સુરતના સિંગણપુર ચાર રસ્તા નજીક ખાનગી માલિકીમાં નાના પાયા પર વેપાર કરતા ૧૫૦ જેટલા પાથરણાવાળાઓનું એસ એમ સી એ માર્કેટ સીલ કરતા નાના વેપારીઓ ભારે ચિંતામાં મુકાયા.
સુરતના સિંગણપોર ચાર રસ્તા નજીક ૧૫૦ થી વધુ પાથરણાવાળાઓનું માર્કેટ આવેલું છે જેમાં લોકલ ફોર વોકલ આત્મનિર્ભર ભારત અંતર્ગત ૧૫૦ થી વધુ પરિવારોએ લોન લઈ પાથરણા પાથરી વેપાર ધંધો કરે છે. આ ખાનગી માલિકીની જગ્યામાં એસ.એમ.સી દ્વારા માર્કેટ સીલ કરાતા અનેક પરિવારો રોજગાર વિહોણા બનતા સુરત મહાનગરપાલિકાને નાના એકમો પર કામ કરતા પરિવારોએ બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે જો આ બે દિવસમાં માર્કેટને ખુલ્લી મુકવામાં નહીં આવે તો સામૂહિક આત્મવિલોપનની પણ પાથરણાવાળાઓ દ્વારા ચીમકી આપવામાં આવી છે. સુરતના આ વિસ્તારમાં ઘણાં લાંબા સમયથી આ પ્રકારની માર્કેટ ભરાય છે. પાથરણાવાળાઓના જણાવ્યા અનુસાર અહીંના સ્થાનિક કોર્પોરેટર ચીમન પટેલના ઈશારે આજે માર્કેટ સીલ કરવામાં આવ્યું છે, પરંતુ અમો નાના પાયા પર કામ કરતાં લોકોએ કોરોના કાળ બાદ લોન લઈ રૂપિયા ખર્ચી અહીં વેપાર ધંધો કરીએ છીએ જેમાં કોઈ ખાસ નફો પ્રાપ્ત નથી થતો અમારું રોજબરોજનું ગુજરાત જાય છે આથી જો આગામી સમયમાં એસ એમ સી દ્વારા આ માર્કેટ શરૂ કરવામાં નહીં આવે તો સામૂહિક આત્મવિલોપન કરીશું તેવું જણાવ્યું છે.
સુરતના સિંગણપુરનું માર્કેટ સીલ કરતા પાથરણાવાળાઓની આત્મવિલોપનની ચીમકી.
Advertisement