માંગરોલ તાલુકાના મોસાલીથી ઝાબ પાતલ માર્ગના નિર્માણ કાર્ય દરમિયાન ઊંચા અને વધુ પડતા બમ્પરો મુકાતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે ત્યારે વધુ પડતા બમ્પરોને દૂર કરવા માટે જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેકટર અને માર્ગ અને મકાન વિભાગને ફરિયાદ થઈ છે.
મોસાલીથી વસરાવી ગામ માંથી પસાર થઈ ઝાબ પાતલ થઈ અરેઠ માંડવી જવાનો સૌથી ટુકો અને સીધો માર્ગ છે. આ માર્ગને પહોળો કરી નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. માર્ગ ઉપર વસરાવી ગામમાં હાલ પંદરથી વધુ ખુબ ઉંચાઈ વાળા બમ્પરો મુકી દેવામા આવેલ છે જેનાથી નીચી ગાડી કારો પસાર થઈ શકતી નથી અને કારોને નુકશાન થઈ રહ્યું છે. સારા ડબલ માર્ગ એટલા માટે બનાવવામા આવે છે કે ઈંધણ અને સમયની બચત થાય પરંતુ આ માર્ગ પર વધુ પડતા બમ્પરને કારણે સમય બગડી રહ્યો છે અને વાહનોને નુકસાન થઈ રહ્યું છે. મોસાલીથી ઝાબ પાતલથી વસરાવીના માર્ગ ઉપર બનાવવામા આવેલ બમ્પરો દૂર કરવા એડવોકેટ સુહેલ નૂર દ્વારા કલેકટર સુરત, માર્ગ મકાનની કચેરી માંગરોલ, અને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ