માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત શ્રી એન ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ વર્ષ 2020-21 માં લેવાયેલ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શાળાનું ગૌરવ વધાર્યુ છે.
વાંકલ એન ડી દેસાઈ હાઇસ્કુલના 51 વિદ્યાર્થીઓએ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા આપી હતી જેમાં 46 વિદ્યાર્થીઓ ક્વોલિફાઇડ થયા થયા હતા જે પૈકી ૧૬ વિદ્યાર્થીઓ મેરીટમાં આવ્યા હતા અને શિષ્યવૃત્તિ મેળવવાને પાત્ર થયા હતા જ્યારે ચાર વિદ્યાર્થીઓએ પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી એકથી ત્રણ ક્રમે આવ્યા હતા. જેમાં ચૌધરી તમન્નાકુમારી મનોજભાઈ એ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે, બે વિદ્યાર્થીઓને સરખા માર્ક્સ મળતા ઈટાલીયા પૃથ્વીકુમાર વિપુલભાઈ, ચૌધરી નિકુંજકુમાર પુનમભાઈ બંનેએ બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. વસાવા તન્વીબેન દિલીપભાઈ એ ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. વિદ્યાર્થીઓને આચાર્ય પારસભાઈ મોદી તેમજ સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખ સંજયભાઈ દેસાઈ અને ટ્રસ્ટીઓ દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ