ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે રહેતી અને ગેરકાયદેસર દારૂનો વેપલો કરતી એક મહિલા બુટલેગરની પાલેજ પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી જુનાગઢ જેલમાં મોકલી આપતા અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા સાહેબ વડોદરા રેન્જ તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ ભરૂચ જિલ્લાના અસામાજિક તત્વો વિરૂદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરવા સુચના આપી હતી.
જે અનવ્યે મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગ દર્શન તેમજ સુચના હેઠળ પાલેજ પોલીસ મથકમાં પ્રોહીબિશનનાં અલગ અલગ ગુનાઓ રજીસ્ટર થયા હતા. જે ગુનાની આરોપી મીનાબેન ઉર્ફે મીકા મહેશભાઈ બેચરભાઈ માછી રહે, પાલેજ ડુંગળીપાળ તા. જી. ભરૂચને પ્રોહીબિશન બુટલેગર પાસા એક્ટ હેઠળ તેણીની જીલ્લા મેજીસ્ટ્રેટ નાઓને પાસાની દરખાસ્ત કરતા જીલ્લા મેજિસ્ટ્રેટ નાઓએ પાસા દરખાસ્ત મંજુર કરતા તેણીની અટકાયત કરી જુનાગઢ જીલ્લા જેલ ખાતે યોગ્ય પોલીસ જાપ્તા હેઠળ મોકલી આપવામાં આવી છે.
યાકુબ પટેલ, પાલેજ