ઓમીક્રોન વાયરસને વડોદરામાં ફેલાતો અટકાવવા અંગે વડોદરા કલેકટર કચેરી ખાતે મહત્વની બેઠક મળી હતી જેમાં ગાંધીનગરના અધિકારીઓ સાથે વીસી મારફતે મળી બેઠક પણ મળી હતી. આ બેઠકમાં ઓમીક્રોનના કેસો અંગે ખૂબ ઉંડાણથી ચર્ચા કરવામાં આવી હતી તેમજ કન્ટેનમેન્ટ ઝોનમાં વિવિધ નિયમોના પાલન માટે ટીમો બનાવવા અંગે નિર્ણય લેવાયો હતો. નિયમોના કડક પાલન અંગે જરૂર પડશે તો પોલીસની પણ મદદ લેવાશે એવુ નક્કી કરાયું હતું. 3 જાન્યુઆરીથી રાજ્યના 35 લાખ બાળકોને વેકસીન અપાશે તેમજ વડોદરા શહેર જિલ્લાના 1.50 લાખ બાળકોને વેકસીન અપાશેઆ ઉપરાંત શાળાએ જતા વિદ્યાર્થીને શાળામાં જઈને વેકસીન અપાશે જે નિર્ણય ખૂબ મહત્વનો કહી શકાય. ઓનલાઇન અભ્યાસ કરનાર વિદ્યાર્થીને ઘરે અને સેન્ટરોમાં વેકસીન અપાશે એવુ પણ નક્કી કરાયું હતું.
Advertisement