Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા વિસ્તારના ૨૬ જેટલા ગામોમાં સમારકામને લઇને આજે વીજપુરવઠો બંધ રહ્યો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા પંથકના ૨૬ થી વધુ ગામોમાં આજે સવારના નવ વાગ્યાથી સાંજના છ સુધી વીજપ્રવાહ બંધ કરાયો હતો. વીજ વિભાગમાંથી મળતી વિગતો મુજબ આજરોજ તા.૨૯ મીના રોજ ગ્રામ્ય વિભાગીય કચેરી અંકલેશ્વરના કાર્યક્ષેત્રમાં આવતા ઝઘડીયા, નેત્રંગ, હાંસોટ અને ધામરોડ સબ સ્ટેશનોના વિસ્તારમાં ફિડરો પર અગત્યનું સમારકામ કરવાનું હોવાથી આ ફિડરોમાં સવારના નવથી સાંજના છ સુધી વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. જે મુજબ ઝઘડીયા સબ ડિવિઝન વિસ્તારના ૬૬ કેવી ઝઘડીયા સબ સ્ટેશન વિસ્તારમાં આવતા ૨૬ થી વધુ ગામોએ આજે લોકોએ વીજળી વિના ચલાવી લેવું પડ્યુ હતુ. મુલદ, ગોવાલી, નાનાસાંજા, ગુમાનદેવ, ઉચેડિયા, ખરચી, સરદારપુરા, ફુલવાડી, કપલસાડી, સેલોદ, વંઠેવાડ, ઝઘડીયા, રાણીપુરા સહિતના કુલ ૨૬ થી વધુ ગામોએ આજે સમારકામને લઇને વીજ પુરવઠો બંધ રખાયો હતો. જોકે હાલમાં શિયાળાની ઋતુને લઇને વાતાવરણમાં ઠંડીનો ચમકારો વર્તાતો હોઇ પંખા એસીની જરુર નહિ હોવાથી લોકોને વીજળી વિના ગરમીમાં શેકાવાનો વારો આવ્યો નથી, પરંતુ ઇન્ટરનેટ મોબાઇલના ફાસ્ટ યુગમાં ઓનલાઇન કામોમાં લોકોએ અમુક અંશે હાડમારી ભોગવવી પડી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

વાલિયા ખાતે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

વરસાદે વિરામ લેતા સુરત પાલિકાએ તૂટેલા રસ્તા રિપેર કરવાની કામગીરી શરૂ કરી

ProudOfGujarat

રાજપીપળા ખાતે નાંદોદ તાલુકાનાં HIV પીડિતોને અનાજ કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!