હજી હમણાં જ નર્મદામા ગ્રામપંચાયતની ચૂંટણી ટાણે નર્મદામા મોટાપાયે દારૂની રેલમ છેલ જોવા મળી હતી. હવે ચૂંટણી પછી હવે નર્મદામા 31 મી ડિસેમ્બરના પર્વ ટાણે ફરી એકવાર દારૂની રેલમ છેલ શરૂ થઈ છે. બુટલેગરો જાણે હમ નહીં સુધરેંગે કહેનારા બુટલેગરો એ ફરી એકવાર દારૂની હેરાફેરી કરતાં પોલીસ હરકતમા આવી ગઈ હતી. જેમાં રાજપીપલા નજીકથી કુલ ૨,૧૯,૮૮૦/-ના પ્રોહી મુદ્દામાલ સાથે એલ.સી.બી. નર્મદા પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિમકર સિંહ, પોલીસ અધિક્ષક નર્મદાએ જીલ્લામાંથીદારૂના દુષણને ડામવા તેમજ અસરકારક કામગીરી કરવા માટેની કડક નિર્દેશો અનેસુચનાનાં પગલે
એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદાએ હાલમાં ૩૧ ડીસેમ્બર અનુસંધાને પ્રોહીબીશનની વોચ તથા કેસો કરવાના સુચના આધારે એલ.સી.બી. સ્ટાફના બી.જી.વસાવા, પો.સ.ઇ. એલ.સી.બી. તથા સ્ટાફના માણસો સાથે સાથે પ્રોહી.નાકાબંધીમાં હતા દરમ્યાન એક સફેદ ક્લરની
મારૂતી વેગેનાર ગાડી નં. જી.જે.-૨૨-એચ- ૦૭૩૭ ની શંકાસ્પદ જણાઇ આવતા ગાડીને રોકી ગાડીની ઝડતી તપાસ કરતાં દારૂ ફોરવ્હીલ ગાડીમાંથી
ઇગ્લીશ દારૂના હોલ નંગ-૩૬ કિ.રૂ. ૧૪,૮૮૦/- મળી આવતા ગાડી ચાલક વિજયકુમાર રમેશભાઇ વસાવા (રહે. જુના મોજદા રોડ, ડેડીયાપાડાની અટક કરી. પુછપરછ દરમ્યાન તેણે જણાવેલ કે તે એસ.આર.પી.ગૃપ-૧૮ કેવડીયા ખાતે ફરજ બજાવે છે અને પ્રોહી મુદ્દામાલ અલ્પેશભાઇનરસિંહભાઇ વસાવા( રહે. પોસ્ટ ઓફીસ ફળીયું, ડેડીયાપાડા) પાસેથી લાવેલ હોવાનું જણાવતા જેથી ઇગ્લીશ દારૂના હોલ નંગ-૩૬ કિ.રૂ. ૧૪,૮૮૦/- તથા મારૂતી વેગેનાર ફોર વ્હીલ-૧ કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૨,૧૯,૮૮૦/-ના મુદ્દામાલ સાથે આરોપી વિજયકુમાર રમેશભાઇ વસાવાની અટક કરી તેમજ આરોપી અલ્પેશભાઇ નરસિંહભાઇ વસાવાનેવોન્ટેડ જાહેર કરી રાજપીપલા પોલીસે કાયદેસરની કાર્યવાહીહાથ ધરી છે. નર્મદામા આટલી મોટાપાયે દારૂની હેરાફેરી થઈ રહી છે ત્યારે દારૂના ધંધામાં સંડોવાયેલા બુટલેગરો બેરોકટોક દારૂની હેરાફેરી કરી રહ્યા હોવાનું બહાર આવી રહ્યું છે.
દીપક જગતાપ, રાજપીપલા