સુરતના હજીરા દુષ્કર્મ કેસમા કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપી સુજીત સાકેતને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલવાસની સજા સાથે એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે સાથે જ પીડિતના પરિવારને 20 લાખનું વળતર આપવાનું પણ કોર્ટે ચુકાદામાં નોધ્યું છે. ચુકાદો સાંભળતાં નરાધમે જજ તરફ ચંપલ ફેંક્યું હતું.
ગત અઠવાડિયા કસૂરવાર જાહેર કર્યો અઠવાડિયા પહેલા કોર્ટમાં થયેલી સુનાવણીમાં સુરત કોર્ટ દ્વારા આરોપીને કાસુરવાર ઠેરવાયો હતો. સરકારી વકીલ નયન સુખડવાળા દ્વારા આરોપીને ફાંસી માટે દલીલ કરાઈ હતી. પાંચ વર્ષની બાળકીને દુષ્કર્મ બાદ મારી નાંખી હતી.
સુરતની વિવિધ કંપનીઓમાં કામ કરતા શ્રમજીવીઓ પોતાના પરિવાર સાથે રહે છે. હજીરા વિસ્તારમાં એક પરિવાર રહેતો હતો. જેમની પાંચ વર્ષની બાળકી ઘર પાસે રમતી હતી. ત્યારે મધ્યપ્રદેશના રીવા જીલ્લાના વતની 27 વર્ષીય આરોપી સુજીત મુન્નીલાલ સાકેત નામનો યુવક બાળકીને ચોકલેટ આપવાના બહાને લઈ ગયો હતો જ્યાં તેણે બાળકી સાથે સૃષ્ટિ વિરુધ્ધનુ કૃત્ય આચરી તેની હત્યા કરી નાસી છુટયો હતો. જેથી ભોગ બનનાર બાળકીના વાલીએ હજીરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપી સુજીત સાકેતની પોલીસે પોક્સો એક્ટના ભંગ બદલ ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો.