થવા હાઇસ્કૂલની ૫ જેટલી વિદ્યાર્થિનીઓ એથ્લેટિક્સ સ્પર્ધામા લાંબી કુદ તેમજ દોડમા પ્રથમ, ત્રીજો તેમજ પાંચમો કમ મેળવી શાળાનુ તેમજ ભરૂચ જીલ્લાનુ ગૌરવ વધારતા વિદ્યાર્થી આલમમા આનંદની લાગણી ફરી વળી છે.
નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલ એકલવ્ય સાધના ઉતર બુનિયાદી હાઇસ્કૂલમા અભ્યાસ કરતી વિદ્યાર્થીઓએ રાજય કક્ષાની યોજાયેલ એથ્લેટિક્સ સ્પર્ધામા (૧) વસાવા શ્રેયાબેન રાજેન્દ્રભાઇએ લાંબી કુદમાં ૪.૫૫ મીટર કુદ મારી પ્રથમ કમ મેળવ્યો છે. તેમજ ૧૦૦ મીટર દોડમાં રાજય કક્ષાએ ત્રીજો કમ મેળવ્યો છે તેમજ ૪ × ૪૦૦ મીટર રીલે દોડમાં રાજય કક્ષાએ પ્રથમ કમ પ્રાપ્ત કર્યો છે. જયારે ૪ × ૪૦૦ મીટર રીલે દોડમાં (૧) વસાવા તેજસ્વીની બેન (૨) વસાવા કૌશિકાબેન જી. (૩) વસાવા રીટાબેન એસ. પ્રથમ ક્રમ મેળવ્યો છે. જયારે વસાવા સુહાનીબેન એ ૩ કી.મી દોડમાં રાજય કક્ષાએ ૫ મો કમ મેળવ્યો છે. ઉપરોક્ત પાંચ વિધાઁથીનીઓએ રાજય કક્ષાએ યોજાયેલ એથ્લેટિક્સ સ્પર્ધામા થવા હાઇસ્કૂલનુ તેમજ ભરૂચ જીલ્લાનુ ગૌરવ વધારતા આચાર્ય અને કોચ મનમોહનસિંહ યાદવ સહિત શાળા પરિવારે તમામને અભિનંદન પાઠવ્યા છે.