ડાંગ જિલ્લામાં ઠંડીમાં પણ રાજકારણમાં ગરમાવો આવ્યો છે, ભારતીય જનતા પાર્ટીના અનેક હોદ્દેદારોએ રાજીનામા આપતા ભાજપામાં ભૂકંપ સર્જાયો છે.
ડાંગ જિલ્લા ભાજપમાં વઘઇ તાલુકા ભાજપના અનેક હોદ્દેદારોએ રાજીનામા ધરી દેતા એકાએક કડકડતી ઠંડીમાં રાજકીય માહોલ ગરમ થઇ ગયો છે. વઘઈ તાલુકામાં જિલ્લા ભાજપના સંગઠનના લઘુમતી મોરચાના મહામંત્રી રઈસખાન પઠાણ અને બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ સંદીપ સુરતીએ તેઓના ટેકેદારો સાથે રાજીનામાં ધરી દીધા છે તેમજ તાલુકા ભાજપના મહામંત્રી રોહિત સુરતી અને યુવા ભાજપ પ્રમુખ જય આહીર સહિતના કાર્યકરોએ તાજેતરમાં યોજાયેલી વગેરે ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં હાથ હતા એકાએક રાજીનામા ધરી દીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ સંગઠનના કેટલાક કાર્યકરોએ યોજાયેલ સરપંચની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરતા હોવાનું પણ ખૂલ્યું છે આ કારણોસર ભાજપના વગઈ તાલુકાના મહત્વના હોદ્દા ધરાવતા નેતાઓ સહિત ટેકેદારોએ રાજીનામા ધરી દેતા એકાએક ભાજપમાં ભૂકંપ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.