આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત લોકજાગૃતિ અભિયાન અન્વયે નદી ઉત્સવની ઉજવણીના ભાગરૂપે ભરૂચની નારાયણ વિધાવિહાર ખાતે આજરોજ વાર્તાકથન તથા ફેન્સી ડ્રેસ સ્પર્ધા યોજાઇ હતી.
ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જળ સંશાધન વિભાગ દ્વારા આયોજિત વાર્તાકથન અને ફેન્સી ડ્રેસ સ્પર્ધામાં પ્રાથમિક વિભાગ માટે વાર્તાકથનમાં ૯ અને વેશભૂષા સ્પર્ધામાં ૮ એમ કુલ ૧૭ તથા માધ્યમિક વિભાગમાં વાર્તાકથનમાં ૧૭ તથા વેશભૂષા સ્પર્ધામાં ૧૪ એમ કુલ ૩૧ વિધાર્થીઓએ પોતાની અભિવ્યકિત રજૂ કરી હતી.
કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતા, સિંચાઇ વિભાગના અધિકારી ધવલભાઇ પટેલ, કિશનભાઇ ચોટલીયા, શિક્ષણ નિરીક્ષક દિવ્યેશભાઇ પરમાર તથા સિંચાઇ વિભાગના અધિકારીઓ, શિક્ષકો ઉપસ્થિત રહયા હતા. વાર્તાકથન સ્પર્ધા માટે રાજેન્દ્ર વાડિયા, નેહાબેન ઝાલા, હરિવદન જોષી અને ફેન્સી ડ્રેસ સ્પર્ધા માટે નેહાબેન શાહ, નિશાબેન પટેલ, ઇશિતા માસ્ટર ઉપસ્થિત રહી તટસ્થ અને પારદર્શક નિર્ણય આપી નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી.