મોસાલી પ્રાથમિક શાળા ખાતે માંગરોળ તાલુકા વિકાસ અધિકારી ચંદ્રસિંહ પઢીયારની અધ્યક્ષતામાં ફોર્ટિફાઇડ ચોખાની જાગૃતિ અને વાનગી નિદર્શન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં ટીડીઓ ચંદ્રસિંહ પઢિયારે એમડીએમ અને આંગણવાડી બહેનો તરફથી ફોર્ટિફાઇડ ચોખામાંથી ખીર, પુલાવ, ખીચડી, જીરા રાઇસ, વગેરે જેવી વાનગીઓ બનાવી હતી જેનો સ્વાદ માણેલ હતો હતો.
આ કાર્યક્રમમાં CDPO માધુરીબેન ગુપ્તા,અનુબેન ગામીત MDM સુપરવાઈઝર નિખિલભાઈ પરમાર ખાસ હાજર રહી ફોર્ટિફાઇડ ચોખાની વાનગીની ઉપયોગીતાની માહિતી આપી હતી આ કાર્યક્રમમા વાલીઓ, બાળકો, આંગણવાડી બેહનો, ભુપેન્દ્ર ભાઈ પટેલ, ઇમરાનખાન પઠાણ, જીતેન્દ્રભાઇ પટેલ , મનીષા બેન,તેમજ પ્રાથમિક શાળાનો સ્ટાફ હાજર રહેલ હતા
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement