ભરૂચના ફાટા તળાવ વિસ્તારમાં ગટરોના ગંદા પાણી ઘણા લાંબા સમયથી ઉભરાય છે આ વિસ્તારના રહેવાસીઓ ગટરોના પાણીની ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
ભરૂચના ફાટા તળાવ વિસ્તારમાં ખુલ્લી ગટરોના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અનેક વખત રિક્ષાચાલકો બાઇક સવાર પસાર થતાં હોય છે અને ખાડા અને ખુલ્લી ગટરોના કારણે બાઈક સવાર ગટરોમાં ખાબક્યા હોય તેવા કિસ્સાઓ પણ બનવા પામ્યા છે તેમ છતાં નગરપાલિકાના સત્તાધીશો આ વિસ્તારમાં લોકોની સમસ્યા અર્થે આવતા પણ નથી તેવું આ વિસ્તારના રહેવાસીઓએ જણાવ્યું છે.
છેલ્લા બે મહિનાથી આ વિસ્તારમાં ગટરોની સાફ-સફાઈનો અભાવ છે ગંદકીને કારણે ગટરનું ગંદુ પાણી રોડ પર ચારે તરફ ફેલાઈ જાય છે. અહીંના રહેવાસીઓ જણાવે છે કે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ચુંટણીના સમયે મત મેળવવા માટે આવે છે ત્યારબાદ ચૂંટણી પૂરી થયા પછી કોઈ પણ આ વિસ્તારનું પ્રતિનિધિ અમારી સમસ્યા અર્થે પૂછવા પણ આવતું નથી, ગંદકી અને ગટરોના છલકાતા પાણીમાં અમો જીવના જોખમે અહીંથી પસાર થઈએ છીએ તો અમારી આ સમસ્યાનો તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે તેવી અમારી માંગ છે.
ભરૂચનાં ફાટા તળાવ વિસ્તારમાં લોકો ગંદા પાણીમાં ચાલવા મજબૂર..!!!
Advertisement