Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનાં મેનેજર તથા લોન ઓફિસર દ્વારા ગ્રાહકને છેતરી લોન ઇસ્યુ કરાઇ હોવાના આક્ષેપ.

Share

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની પાદરા બ્રાન્ચના મેનેજર તથા લોન ઓફિસર દ્વારા ગેરકાયદેસર રીતે ખોટા દસ્તાવેજો ઉભા કરી ગ્રાહકની જાણ બહાર લોન ઇસ્યુ કરી હોવાના આક્ષેપો સાથે પીડિત ગ્રાહક દ્વારા સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસની કચેરી ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા હિનાબેન પટેલ દ્વારા તેઓની દુકાન અર્પણ એન્ટરપ્રાઈઝના નામે કોરોના કાળ દરમ્યાન સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની પાદરા બ્રાન્ચ ખાતેથી રૂપિયા 20 લાખની લોન લીધી હતી. જોકે તેઓ લોનના હપ્તા સમયસર ભરતા હોવા છતાં પણ બેન્ક દ્વારા લોનના હપ્તા અંગે વારંવાર દબાણ કરવામાં આવતું હતું. ત્યારબાદ તેઓના પતિ નિપુલભાઈ પટેલ દ્વારા બેન્ક ખાતે તપાસ કરતા બેન્ક દ્વારા તેઓના નામે અન્ય લોન ઇસ્યુ કરાઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ અંગે તેઓના વકીલ નિસર્ગ જૈનએ જણાવ્યું હતું કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની પાદરા બ્રાન્ચના મેનેજર તથા લૉન ઓફિસર દ્વારા હિનાબેનના નામે અગાઉની લોનના હપ્તા ચાલતા હોવા છતાં પણ ગેરકાયદેસર રીતે ખોટા દસ્તાવેજો ઉભા કરી હિનાબેનની જાણ બહાર અન્ય રૂપિયા 1 લાખ 19 હજારની લોન ઇસ્યુ કરી દેવામાં આવી હતી. જે અંગે તેઓ દ્વારા સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસની કચેરી ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ:શ્રી ગટ્ટુ વિદ્યાલયના વિદ્યાર્થીએ નેશનલ લેવલે ગોલ્ડ મેડલ જીત્યો…

ProudOfGujarat

અમદાવાદ-બાપુનગર સ્ટાર હોસ્પિટલમા ફરજ બજાવતી મહિલા કર્મચારી લોડીંગ લિફ્ટમાં આવી જતા થયુ મોત…

ProudOfGujarat

ભરૂચ : ઝાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!