રાજ્યના માજી મંત્રી ખુમાનસિંહ વાંસિયા દ્વારા ભરૂચ અને નર્મદા જિલ્લાના વિવિધ પ્રશ્નો જેવા કે જમીન ગુમાવનાર ખેડૂતોના પ્રશ્નો, વિધવા પેન્શન યોજનાના પ્રશ્નોને વાચા આપવા માટે ભરૂચ નર્મદા હિતરક્ષક સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ દ્વારા જનતાના પ્રશ્નોને સરકાર સમક્ષ મુકી વાચા આપવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. આગામી ૯ મી જાન્યુઆરીના રોજ ભરૂચના રાજપુત છાત્રાલય ખાતે યોજાનાર વિધવા બહેનોના તૃતીય મહાસંમેલનના ભાગરૂપે ઝઘડિયા તાલુકાના અશા ગામે દગડુ મહારાજ આશ્રમ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આજુબાજુના નવ જેટલા ગામોની વિધવા બહેનો ઉપસ્થિત રહી હતી. ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિના કન્વીનર દ્વારા આગામી ૯ મી જાન્યુઆરીના રોજ યોજાનાર તૃતીય મહાસંમેલન બાબતે વિધવા બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ
Advertisement