Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : વાલિયાના ચમરીયા ગામે ચૂંટણીની બાબતનો ખાર રાખી દાદાગીરી કરતા પિતા-પુત્ર સામે ગ્રામજનોએ પાઠવ્યું આવેદન.

Share

ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના ચમરિયા ધોળ ગામનાં રહેવાસીઓએ દાદાગીરી કરનાર પિતા-પુત્ર સામે રાજ્યપાલને સંબોધીને કલેકટરને આવેદનપત્ર પાઠવી પોતાની વ્યથા વર્ણવી છે. આ આવેદનપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ચૂંટણીની બાબતમાં ખાર રાખીને મારામારી થઈ હતી જેમાં કસૂરવાર આરોપીઓની ધરપકડ કરવા અને ગ્રામજનોને ન્યાય મળે તે મુજબની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ચમારીયા ગામે રાજપૂત ફળિયામાં તા ૨૨-૧૨-૨-૨૦૨ના રોજ બપોરે અમિતસિંહ રાજેન્દ્રસિંહ ડોડીયા સહીત સામાજિક ચાર મિત્રો સાથે બેઠેલા હતા બપોરે લગભગ ૧૨.૩૦ વાગ્યે ચમારીયા ગામમાં રાજભાઈ ઈશ્વરભાઈ વસાવા અને તેમનો દીકરો રજનીકાંત રાજુભાઈ વસાવા પ્રેરિત ૩૦ થી વધુ ટોળું લાકડી અને બેટ સાથે અમિતસિંહ ડોડીયાના બેઠેલા મિત્રો પાસે આવીને દાદાગીરીથી કહેવા લાગ્યા કે તમે અમારા વિરોધીને ગ્રામ પંચાયતની ચુંટણીમાં કેમ મદદ કરી આમ કહીને સાથે બેઠેલા તરૂણસિંહ માટીએડાને સીધા જ માથામાં મારતા આઠ ટાંકા સહિત લોહી નીકળી ગયું હતું. મિહિરસિંહ રાજેન્દ્રસિંહ ખેર અને સિદ્ધરાજસિંહ રાજેન્દ્રસિંહ ખેરને ટોળાએ લાકડી વડે મારવાનો પ્રયત્ન થયો હતો.બે મહિલાઓ વચ્ચે છોડાવવા પડતા પૃષ્પાબેન દેવેન્દ્રસિંહ ડોડીયા અને લીલાબેન પ્રતાપસિંહ ડોડીયાને ટોળાએ ધક્કો મારીયો હતો તેમજ બેટ મારેલ હતી અને ધક્કો મારતાં પુષ્પાબેનને કેડ ઉપર ગંભીર ઇજા પહોંચેલ છે. ગ્રામ પંચાયતની ચુંટણીમાં લોકશાહી પરંપરાને મુલ્યનું અમે સૌ પાલન કરીએ છીએ. ભારત દેશની લોકશાહીમાં દરેક વ્યક્તિને સ્વતંત્રતાથી જીવવાનો હક્ક છે. ચુંટણીમાં દરેક નાગરિક કૌની સાથે રહેવું એ એનો વ્યક્તિગત અધિકાર છે તેમ છતાં ચમારીયા ગામમાં કેટલાક યુવાનોને રાજુભાઈ વસાવા અને તેમનો પુત્ર રજનીકાંત વસાવાના ટોળાએ ચુંટણી માટે દમનકારી પ્રવૃત્તિ હુમલો કરીને લોકશાહી પ્રવૃત્તિનું અવમૂલ્યન કર્યું છે.

Advertisement

વર્ષો પહેલા ચમારીયા ગામમાં સરપંચ રાજુભાઈ વસાવા બન્યા અને ત્યારબાદ તેમનો છોકરો રજનીકાંત વસાવાએ ચમારીયા ધોળ ગામના કેટલાક નાગરિકોને રાજકીય પ્રવૃત્તિ માટે ધાકધમકી અને ગભરાવાની પ્રવૃત્તિઓ ચાલુ જ છે. તેઓની ધાક, ધમકી અને દમનકારી પ્રવૃત્તિથી સાચા નાગરિકોને અન્યાય થાય છે. તા – ૨૨-૧૨-૨૦૨૧ના રોજ બનેલા બનાવમાં વાલિયા પોલીસ મથકે તમામ ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તેમ છતાં પોલીસ વિભાગની ઢીલી નીતિને કારણે હજુ તમામ આરોપીઓ પકડાયા નથી. ચમારીયા ગામે હુમલો થતા ફરિયાદ દાખલ થયા બાદ ફરીવાર બે – ત્રણ દિવસ ટોળાઓ આવીને ધાક ઉભો કરતા હતા. ઈજાગ્રત યુવાનોને હજુપણ જાનનું જોખમ લાગે છે. લગભગ ૨૦ વર્ષથી ચમારીયા ધોળગામ ગામજનોને વ્યક્તિગત સ્વતંત્રતા કે આઝાદી નથી. હજુ પણ ગેરકાયદે ખનન પ્રવૃત્તિ અને અન્ય કેટલીક પ્રવૃત્તિઓ ચલાવે છે. તા -૧૫/૬/૨૦૧૭ ના રોજ સીતારામ સેવા ટ્રસ્ટની જમીન ચમારીયાના રાજભાઈ વસાવાએ પડાવી લેવા માટે ફરિયાદ દાખલ થઇ હતી. ચમારીયા ગામે રાજાભાઈ વસાવા – રજનીકાંત વસાવાના વિરોધમાં તમામ બાબતે નિષ્પક્ષ અને પ્રામાણિકતા તપાસ કરવા માટે માંગ કરવામાં આવી છે. ચમારીયા ગામે બનેલી હુમલાની ઘટનમાં કસુરવાર આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી કરીને ધોળગામ અને ચમારીયા ગ્રામજનોને ન્યાય અપાવવા અમારી માંગણી છે. જેથી ઉપરોક્ત તમામ હકીકતોને ધ્યાનમાં લઈ માથાભાર અસીમોથી અમો ગ્રામજનોનેને કાયમી નિકાલ કરો તથા કરવો એવી પણ આશા રાખીએ છીએ. આ સાથે જ સામેવાળા બાપદીકરાઓ ગંભીર ગુનાહિત ભૂતકાળ ધરાવે છે એમ પણ આવેદનપત્રમાં જણાવાયું છે.


Share

Related posts

રાજપીપળા : નર્મદા જીલ્લાના ડેડીયાપાડાના એક નાનકડા ગામમાં રહેતી અને હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી યુવતીનું અપહરણ કરી બળાત્કાર થતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

ProudOfGujarat

ભરૂચની સદવિદ્યા મંડળ સંચાલિત એસવીએમ શાળા હાયર સેકન્ડરી અને સેકન્ડરી ગુજરાત એજ્યુકેશન બોર્ડ સાથે સંલગ્ન છે.

ProudOfGujarat

ઓલપાડના મીરજાપોર ગામે જૂની દીવાલ ધરાશાયી:પટેલ પરિવારના પાંચ દબાયા:બેના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!