ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે લહેરી જીન સામે આવેલી મસ્જિદમાં દાવતે ઇસ્લામી દ્વારા નમાઝ માટે સાત દિવસીય પ્રશિક્ષણ સેમિનાર યોજાશે. આયોજિત સેમિનારમાં નમાઝના તમામ અરકાનો વિશે સંપૂર્ણ છણાવટ સાથે પ્રશિક્ષણ આપવામાં આવશે. આગામી પહેલી જાન્યુઆરીથી સાત દિવસ માટે પ્રશિક્ષણ સેમિનાર યોજાશે.
આયોજિત સેમિનારમાં નમાઝના જરૂરી મસાઈલ, ફરાઈઝ, વાઝીબાત, વુજુ, ગુસલ, સુન્નતો અને આદાબ વગેરે વિષયો ઉપર પ્રશિક્ષણ આપવામાં આવશે. આયોજિત સેમિનારનો મુખ્ય હેતુ મુસ્લિમ બિરાદરો પોતાની ફર્ઝ ઈબાદત સારી રીતે અને દુરુસ્ત રીતે કરી શકે આ હેતુથી સેમિનાર યોજવામાં આવશે. તો તમામ ભાઈઓને વિનંતી છે કે આપ સો સેમિનારમાં ભાગ લઇ ઇલ્મે દિન હાસિલ કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. સેમિનારમાં ભાગ લેવા ઇચ્છુકોને ખ્વાજા ગરીબ નવાઝ મસ્જિદના ઇમામ સાહેબનો સંપર્ક કરવા જણાવાયું છે.
યાકુબ પટેલ, પાલેજ
Advertisement