Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના શાહ નવાપરા ગામે પશુ નિદાન સારવાર કેમ્પ GIPCL કંપની રચિત દીપ ટ્રસ્ટ દ્વારા યોજાયો.

Share

માંગરોળ તાલુકાના શાહ નવાપરા ગામ ખાતે જી.આઇ.પી.સી.એલ. રચિત દીપ ટ્રસ્ટ, નાની નરોલી અને પશુ દવાખાના, માંગરોળના સયુંક્ત ઉપક્રમે “પશુ નિદાન અને સારવાર કેમ્પ” યોજવામાં આવેલ હતો.

પશુ નિદાન અને સારવાર કેમ્પ શાહ ગામના સરપંચ ઇન્દુબેન ઉમેશભાઇ વસાવાએ સૌ પ્રથમ ગૌ માતાની પૂજાવિધી કરી કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી. તેમજ જીલ્લા પંચાયત સુરત સંચાલિત માંગરોળ તાલુકાના નિષ્ણાંત વેટરનરી સર્જન ડો. એચ.જે.કાવાણી અને તેમનો સ્ટાફગણ સેવા આપવા માટે હાજર રહેલ. જી.આઇ.પી.સી.એલ. રચિત દીપ ટ્રસ્ટ, નાની નરોલી તરફથી એન.પી.વઘાસિયા, મેનેજર(સી.ડી) તથા તેમની ટીમ દ્વારા કેમ્પનું આયોજન અને સંચાલન કરવામાં આવેલ. પશુ નિદાન અને સારવાર કેમ્પમાં શાહ નવાપરા ગામના પશુ પાલકો તેમજ આજુબાજુનાં ગામનાં પશુ પાલકો પોતાના પશુ સારવાર માટે હાજર રહેલ. જેમાં પશુઓને રસીકરણ, ખસીકરણ, પશુ વંધ્યત્વ નિવારણ, પશુ રોગ સારવાર વગેરે નિઃશુલ્ક સારવાર સુરત જીલ્લાના નિષ્ણાંત વેટરનરી ડોકટરો દ્વારા ૩૨૫ પશુઓની સારવાર તેમજ વિનામૂલ્યે દવાઓ આપવામાં આવેલ હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ અત્યાધુનિક કંપોઝિટ રિજનલ સેન્ટર તૈયાર, દિવ્યાંગો માટે શરુ થશે કોર્સ

ProudOfGujarat

નડિયાદની સૂરજબા મહિલા આર્ટસ કોલેજની બહેનોએ ગાંધી સંસ્થાઓની સફાઈવંદના કરી

ProudOfGujarat

પાલેજ એસ.કે નગરમાંથી ૩૭૫૦૦ નો ડમણિયો દારૂ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!