માંગરોળ તાલુકાના વાંકલ ખાતે કાર્યરત એન.ડી.દેસાઈ હાઈસ્કૂલ વાંકલ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ) નો વાર્ષિક શિબિરનો કાર્યક્મ માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદન ગામીતના હસ્તે શિબિરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. પ્રમુખ ચંદન ગામીત દ્વારા એન.એસ.એસ. ની રૂપરેખા આપવામાં આવી હતી. આંબાવાડી તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિ મૈસુરીયા એ તેમના ઉદબોધન માં ડો. વી.કે.આર.રાવ દ્વારા 1969 માં રાષ્ટ્રીય સેવા યોજનાની સ્થાપના વિશેની વિગતવાર માહિતી આપી વિદ્યાર્થીઓને એન.એસ. એસ. વિશે માર્ગદર્શન આપ્યું હતું. શાળાના પ્રમુખ સંજય દેસાઈ અને શાળાના આચાર્ય પારસ મોદી દ્વારા રાષ્ટ્રીય સેવા યોજનાની સમજણ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement