– આ ચેકિંગ દરમિયાન તેઓએ જંત્રીના ભાવમાં મોટા ફેરફારો જોયા: વિસ્તારની જમીનના જંત્રીના રૂપિયા 2500 અને રૂપિયા 6500 જેવા ધરખમ ફેરફારો જોયા.
– સરકારની તિજોરીમાં રૂપિયા 11 કરોડનું નુકસાન થયું હોય તેવું ચેકિંગ કરવા આવેલા રાજ્યના મહેસુલ મંત્રીએ જણાવ્યું
આજે રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા શહેરની સબ રજીસ્ટ્રાર કચેરી અને મામલતદાર કચેરીએ અચાનક જ પહોંચી જઈ અધિકારીઓના ક્લાસ લીધા હતા.
નવી સરકારના નવા મંત્રીઓ નવા નિયમો મુજબ અધિકારીઓના ક્લાસ લેવા માટે ઓચિંતી મુલાકાત લેતા હોય છે તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ મંત્રીઓની ઓચિંતી મુલાકાત લેતા હોય છે. ગુજરાતમાં નવા નિમાયેલા મંત્રીઓ અને મુખ્યમંત્રી સતત પ્રજાની વચ્ચે રહીને કાર્ય કરવા માંગતા હોય તેવું ઓચિંતી મુલાકાત લેતા મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ અને જોતા લાગે છે. ગુજરાત સરકારના મહેસુલ વિભાગના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે વડોદરાના દક્ષિણ ઝોનમાં આવેલી માંજલપુર વિસ્તારની સબ રજીસ્ટાર કચેરી અને મામલતદાર ઓફિસની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ તેઓ એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં જણાવ્યું હતું કે ઘણા ખરા વિસ્તારોમાં જંત્રીના ભાવમાં ફેરફાર જોવા મળ્યા છે એક જ વિસ્તારમાં હોવા છતાં પણ એક જગ્યાએ જંત્રીના ભાવ રૂ. 2500 અને તે જ વિસ્તારમાં જંત્રીના ભાવ રૂપિયા 6500 જે ફેરફાર અમારા ધ્યાનમાં આવ્યો છે આ ફેરફાર બાદ અમોએ નિર્ણય લીધો છે કે આ વિસ્તારમાં જંત્રીના ભાવમાં જે કંઇપણ ફેરફાર થયો છે કે સરકારની તિજોરીમાં જે કંઈપણ જંત્રીના ભાવને લઈને નુકસાની ગઈ છે તે નુકશાનીનું ભરપાઈ આગામી સમયમાં કરવામાં આવશે. ઘણા ખરા દસ્તાવેજની કોપી જોયા બાદ શકાય છે કે સરકારને અંદાજીત રૂપિયા 11 કરોડનો ઘાટો પડે છે આથી જે તે વિસ્તારમાં જંત્રીના ભાવમાં ફેરફારો ઉદભવ્યા છે તેને ડામવા માટે તે તમામ લોકો પાસેથી રૂપિયાની વસૂલાત કરવામાં આવશે.