Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસરના માર્ગ પર ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત.

Share

ભરૂચના જંબુસર નજીક માર્ગ પર શોર્ટ ગ્લાસ કંપની પાસે મોપેડ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં મોપેડ પર સવાર વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. મોપેડ સવાર વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલા ટ્રકે મોપેડ સવાર વ્યક્તિને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. મરણજનારને પી.એમ રિપોર્ટ માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ટ્રક ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના મોરતલાવ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અપાયો.

ProudOfGujarat

ભરૂચના ગણેશ ટાઉનશિપમાં કોબ્રા સાપ નીકળતા રેસ્ક્યુ કરાયું

ProudOfGujarat

ગુજરાત હાઇકોર્ટની કામગીરીનું આજથી યુ-ટ્યૂબ પર લાઇવ સ્ટ્રીમિંગ શરૂ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!