Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના ભોલાવ વિસ્તારમાં એક સાથે ૧૨ જેટલા મૂંગા પશુઓના મોત થતા સ્થાનિકોમાં ફફડાટ.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ જૂની મસ્જિદ તળાવ ફળિયા પાસે એક સાથે ૧૨ થી વધુ મુંગા પશુઓના મોત થતા સ્થાનિકોમાં ભારે ખળભળાટ મચ્યો હતો.

ભોલાવ રેલવે દ્વારા ક્રોસિંગ નજીક સાફ સફાઈ દરમિયાન કોઈક દવાનું છંટકાવ કરવાથી પશુઓનું મોત થયા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા, જોકે એક સાથે આટલા બધા મૂંગા પશુઓના મોત અંગેનું ચોક્કસ કારણ સામે આવ્યુ નથી, મૃતક પશુઓમાં ૬ બકરીઓ ૨ ગાય અને ૭ થી વધુ ડુક્કરનો સમાવેશ થાય છે.

Advertisement

પશુઓના મોત બાદ સ્થાનિકો દ્વારા સમગ્ર મામલે સ્થાનિક ગ્રામપંચાયત સહિતના તંત્રને ઘટના અંગેની જાણકારી આપી છે, ત્યારે તંત્રની તપાસ બાદ જ આખરે પશુઓના મોતના સમગ્ર મામલે ચોક્કસ કારણ સામે આવી શકે તેમ છે.


Share

Related posts

પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ

ProudOfGujarat

વડતાલધામમાં પાંચ આરતી – રાસ અને કથાવાર્તા સાથે શરદોત્સવની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં પેઇન્ટીંગ વર્કશોપનો એમિટી સ્કુીલ ખાતે થયેલ શુભારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!