Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરામાં આમ આદમી પાર્ટીએ પેપર લીક કૌભાંડનાં વિરોધમાં કલેકટરને આપ્યું આવેદન.

Share

ગોધરાના આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પેપર લીક મામલે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. તેમજ જો કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. જોકે, આવેદનપત્ર આપ્યા બાદ પોલીસે આપના 15 કાર્યકરોની અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. તેમજ ગોધરા ખાતે રેલી સ્વરૂપે વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોની પણ પોલીસે અટકાયત કરી હતી.

આમ આદમી પાર્ટી દ્વારા પેપર લીક મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળના અસિત વોરાને તાત્કાલિક એમના પદ પરથી દૂર કરવામાં આવે. તેમજ અસિત વોરા સહિત પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓ ઉપર કાયેદસરની કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. આ ઉપરાંત અગાઉના પેપર લીકને કારણે રદ થયેલી પરીક્ષા સહિતના તમામ વિદ્યાર્થીઓને ખર્ચ અને મહેનતના વળતર તરીકે રૂપિયા 50 હજાર ચુકવવામાં આવે, ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સ્થાને કોઈ પ્રમાણિક અને નિષ્પક્ષ અધિકારીની નિમણુંક કરવામાં આવે, આ કૌભાંડની નિષ્પક્ષ તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સમિતીની રચના કરી અને તપાસ સોંપવામાં આવે, અટકી પડેલી તમામ ભરતીઓ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરી ગુજરાતના બેરોજગાર યુવાનોને ન્યાય આપવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે.

ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીની સૂચનાનુસાર જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ તથા ઉપવાસ આંદોલન કાર્યક્રમમા પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના સંનિષ્ઠ કાર્યકરો ગોધરા ખાતે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જિલ્લા પોલીસ દ્વારા તમામ કાર્યકરોને ગોધરા એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લાવી નજરકેદ કરવામાં આવ્યા છે. દિનેશ બારીઆ, જિલ્લા પ્રમુખ અર્જુનસિંહ બારીઆ, જિલ્લા મહામંત્રી દર્શન વ્યાસ, જિલ્લા સંગઠન મંત્રી અરવિંદ માછી, કિસાન ઝોન પ્રમુખ મનોજભાઈ જોષી, પંચમહાલ જિલ્લા ફરિયાદ સમિતિ અધ્યક્ષ બીપીન પરમાર, જિલ્લા એસસી સમિતિના પ્રમુખ ઉષા પાંડે, જિલ્લા મહિલા સમિતિ, સહ સંગઠન મંત્રી મુસ્તાક શેખ, જિલ્લા લઘુમતી સમિતિ, મહામંત્રી કૃણાલ ચૌહાણ, જિલ્લા સહ સંગઠન મંત્રી જયેશ બારીઆ, જાંબુઘોડા તાલુકા પ્રમુખ જયરાજસિંહ જાડેજા, હાલોલ શહેર પ્રમુખ લક્ષ્મણસિંહ પરમાર, હાલોલ તાલુકા સંગઠનમંત્રી દિનેશ ખ્રિસ્તી, હાલોલ એસસી સમિતિના પ્રમુખ પૃથ્વીકુમાર, ગોધરા શહેર ઉપ પ્રમુખ સુરેશભાઈ સોઢા પરમાર, ગોધરા ચિરાગભાઈ શર્મા, ગોધરા જ્યારે બીજા કાર્યકરોને શહેરા પોલીસ, કાકણપુર પોલીસની નજરકેદ હેઠળ છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની એસન્ટ સ્કુલ ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા કલામહાકુંભ ૨૦૨૨-૨૩ યોજાયો

ProudOfGujarat

પાલેજ ૧૦૮ નો કર્મચારી કોરોના પોઝિટિવ- તબિયતમાં સુધારો.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં વગુષણા નજીક એલ.પી.જી. ગેસ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!