Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : નિરાધાર વડીલોને વિનામૂલ્યે ભોજનની સેવા પૂરી પાડતી શી ટીમ.

Share

વડોદરા શહેરના પોલિસ કમિશનર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ શી ટીમ મહિલા, બાળકો અને વડીલોની વિવિધ પ્રકારે સુરક્ષા કરવાની સાથે ખાસ કરીને નિરાધાર અને અસહાય વૃદ્ધોને મદદરૂપ બનવાનું અને તેમના સ્વજન બનીને મુશ્કેલીઓ નિવારવાનું પ્રશંસનીય કામ કરી રહી છે તેના ભાગરૂપે જે તે પોલીસ મથકની શી ટીમના સદસ્યો નિયમિત રૂપે તેમના વિસ્તારમાં રહેતા વડીલજનોની મુલાકાત લે છે અને તેમના ખબર અંતર પૂછે છે.

તાજેતરમાં આ પ્રવૃત્તિ હેઠળ વડોદરા શહેર પોલીસ મથકની શી ટીમના સદસ્યોએ તેમના વિસ્તારના વડીલ વૃદ્ધોની મુલાકાત લીધી ત્યારે ૭૦ વર્ષની ઉંમરના રાજેન્દ્ર ચીમનલાલ ભાવસારને ટીમના સદસ્યો મળ્યા. મોટી છીપવાડ નિવાસી આ વડીલ છેલ્લા દશેક વર્ષથી એકલવાયું જીવન જીવે છે અને એક પગે લકવાની અસરને લીધે અપંગ જેવા છે. એમને નિયમિત આવકનું કોઈ સાધન સ્રોત નથી. તેમની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તેમને ખાસ કરીને ભોજનની ખૂબ મુશ્કેલી છે. શી ટીમના સદસ્યોએ સંવેદના સાથે તેમની આ મુશ્કેલીના નિવારણનો સંકલ્પ કર્યો અને વારસિયા વિસ્તારની સેવા સંસ્થા પ્રેમપ્રકાશ આશ્રમના સહયોગથી તેમને આજીવન વિનામૂલ્યે ભોજન મળે તેવો માનવતાસભર પ્રબંધ કરી આપ્યો.

Advertisement

તેનાથી પણ આગળ વધીને આ દાદાજીને રાજ્ય સરકારની નિરાધાર વૃદ્ધ સહાય અને વય વંદના યોજના હેઠળ મળવાપાત્ર લાભો મળતા થાય તે માટે જરૂરી કાર્યવાહી કરી. શી ટીમની આ સહાયથી ગદગદિત થયેલા વડીલે સૌને આશીર્વાદ આપ્યા. જી ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર તથા શહેર પોલીસ મથકના પોલીસ અધિકારી કે.એન. લાઠીયાએ માનવસેવાની આ ઉમદા પહેલ માટે શી ટીમને ધન્યવાદ આપ્યા છે.


Share

Related posts

અદાણી ફાઉન્ડેશન ઉમરપાડાના ચોખવાડામાં હેલ્થ કેમ્પ યોજશે.

ProudOfGujarat

નડિયાદ બ્રહ્માકુમારીઝ પ્રભુશરણમ ઓડિટોરીયમમાં ચિંતન બેઠક યોજાઇ.

ProudOfGujarat

ભરૂચઃ બીજા ડોઝના લાભાર્થીઓ માટે તા.૦૧લી ઓગષ્ટને રવિવારના દિવસે ખાસ રસીકરણ ઝુંબેશ યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!