માર્ગ અને મકાન વિભાગ, વાહન વ્યવહાર, નાગરિક ઉડૃયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ આજે ભરૂચ ખાતે L & T બ્રીજના એપ્રોચ સ્થળનું નિરીક્ષણ કરી ઉપયોગી માર્ગદર્શન સાથે જરૂરી સુચનાઓ આપી હતી.
ભરૂચ ખાતે L & T બ્રીજના એપ્રોચ સ્થળનું નિરીક્ષણ વેળાએ માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે ટ્રાફિકમાંથી મુકિત મળે તે માટે રાજય સરકાર કટીબધ્ધ છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રોડ – રસ્તાના કામો પુરા પ્લાનીંગ સાથે, ટ્રાફીક ન થાય, ઝડપથી વેગ મળે, આર.સી.સી કામ થાય તેવું વ્યવસ્થિત આયોજન હાથ ધરવા જણાવેલું છે. બ્રીજ અને ટોલની વચ્ચે એક કિ.મી ના વિસ્તારમાં સંપૂર્ણપણે આખો રોડ વ્યવસ્થિત થાય, લાંબાગાળાનું આયોજન થાય તેની પર ધ્યાન કેન્દ્રિત કરાશે તેમ જણાવ્યું હતું.
આ મુલાકાત વેળાએ ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ, નેશનલ હાઇવેના મુખ્ય ઇજનેર હરેશ મોદી, જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઇ ચૌધરી, નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીગણ, L & T ના અધિકારીગણ, કાર્યપાલક ઇજનેર અનિલભાઇ વસાવા, જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરિયા સહિત અમલીકરણ અધિકારીગણ ઉપસ્થિત રહયા હતા.
ભરૂચ ખાતે L & T બ્રીજના એપ્રોચ સ્થળનું માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ નિરીક્ષણ કર્યું.
Advertisement