Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક કન્ટેનર ચાલકે મોપેડને અડફેટે લેતા દંપતીનું મોત.

Share

અંકલેશ્વર રાજપીપળાના સર્વિસ રોડ પર મોપેડ અને કન્ટેનરના ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં મોપેડ પર સવાર દંપતીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસે સર્વિસ રોડ પર તાપી જિલ્લાના સોનગઢ ખાતે રહેતા હીરાલાલ શાહ ઉંમર વર્ષ 45 અને તેમના પત્ની રીટા દેવી શાહ પોતાના મોપેડ પર જઈ રહ્યા હતા તે દરમિયાન સામેના રોડ પરથી પુરપાટ ઝડપે એક કન્ટેનરના ચાલકે બેફિકરાઈથી ટેમ્પો ચલાવતા સામેથી આવતા દંપતીને અડફેટે લેતા દંપતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. આ અકસ્માતની જાણ થતાં શહેર પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

રવિવારના રોજ રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે અંકલેશ્વર તાલુકાના નર્મદા પૂર પીડિતોની મુલાકાત લીધી

ProudOfGujarat

ગુજરાતમાં ચુસ્ત દારૂબંધીના અમલો સામે બુટલેગરોની તરકીબો કેટલી મસ્ત છે..!!

ProudOfGujarat

અંકલેશ્વરની સજોદ સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્યનો મૃતદેહ મળી આવતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!