૧૯ મી ડિસેમ્બરે નર્મદા જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાઈ ગઈ જેમાં નર્મદા જિલ્લામાં પણ 184 ગ્રામ પંચાયતની ચૂંટણી પણ થઈ ગઈ અને તેના પરિણામો પણ આવી ગયા. પરંતુ આ ચૂંટણી પ્રક્રિયાથી માંડીને ગણતરીની પ્રક્રિયા સુધીમાં કોવિડ 19 ના નિયમોનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો. ચૂંટણીના દિવસે પણ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે ગયા હતા ત્યારે ક્યાંયે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થયેલુ જોવા મળ્યું ન હતું. મોટાભાગના એ માસ્ક સુધા પહેર્યા નહોતા. એટલું જ નહીં ગણતરીના દિવસે તો હદ થઈ ગઈ. પાંચેય તાલુકાના દરેક મત ગણતરી કેન્દ્ર ઉપર હજારોની સંખ્યામાં ઉમેદવારો અને તેના સમર્થકોના ટોળેટોળા ઉમટયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં હજારોની સંખ્યામાં લોકોના ટોળા સાથે વિજય સરઘસ નિકળ્યા. તેમાં ક્યાંય સોશિયલ ડિસ્ટન્સનું પાલન થયેલું જોવા ન મળ્યું. દરેક જગ્યાએ રીતસરના સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા. મોટાભાગના લોકોએ તો માસ્ક પહેર્યું જ નહતું. સેનેટાઈઝરનો પણ કોઈએ ઉપયોગ કરેલો નહોતો જણાતો. લોકો વિસરી ગયા હતા કે કોરોના નાબૂદ થઈ ગયો છે પણ કોરોના હજુ ગયો નથી. ડેલ્ટા વેરિએન્ટ અને એમીક્રોન જેવા વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે નર્મદા જિલ્લામાં સોશિયલ ડિસ્ટન્સના ઉડેલા ધજાગરા કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા છે. વહીવટીતંત્રથી માંડીને પોલીસ તંત્ર પણ આ બાબતે ખાસ સક્રિય જોવા મળ્યું નહીં! ખાસ કરીને સૌથી વધુ નિષ્ક્રિય તો પ્રજા પોતે હતી. જેણે કોઈપણ સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કર્યું ન હતું. આગે વહીવટીતંત્ર અને આમ જનતા બંને સજાગ નહીં બને નર્મદા જિલ્લામાં ફરી એકવાર કોરોનાની ત્રીજી લહેર આવે તો નવાઈ નહીં.
જ્યોતિ જગતાપ, રાજપીપલા