અમદાવાદ શહેરનાં સરદાર પટેલ રીંગ રોડ પર મહમદપુરા ચોકડી પાસે એક નિર્માણીધીન ફલાઇ ઓવરબ્રિજનો એક ભાગ ધરાશાયી થઇ ગયો હતો. જોકે આ ઘટના સમયે કોઇ આ બ્રિજ નીચે નહોતુ, નહીતો મોટી જાનહાની થઇ શકતી હતી.આ બ્રિજનું કામકાજ ચાલી રહ્યું હતું અને આ બ્રિજનો ભાગ તૂટી પડતાં બ્રિજની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘટના દરમિયાન 5 મજૂરો આ બ્રિજ પર કામ કરી રહ્યા હતા, જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.
બોપલથી શાંતીપુરા જતાં રિંગ રોડ પર વાયએમસી રોડના ટર્નિંગ પાસે છ મહિનાથી બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે પરંતુ મોડી સાંજે નવા બ્રિજનો વચ્ચેનો એક ભાગ તૂટી પડયો હતો.
Advertisement