ભરૂચ તાલુકાની 50 ગ્રામ પંચાયતો માટેની મતગણતરીમાં કે.જે. પોલીટેક્નિક કોલેજ ખાતે મહિલા પોલીસ કર્મચારી બાળક સાથે ફરજ નિભાવતી જોવા મળી હતી. વિવિધ ગામોમાં સરપંચ, સભ્યો પદના ઉમેદવારો, સમર્થકોનો પડાવ કોલેજ બહાર ને.હા.નં.8 ઉપર જોવા મળ્યો હતો. તો બીજી તરફ મતગણતરી કેન્દ્રમાં તબક્કાવાર મતગણતરી ચાલી રહી છે ત્યા મતગણતરી કેન્દ્રમાં પોલીસ કર્મચારીઓનો સ્ટાફ સુરક્ષા-બંદોબસ્ત તેમજ કાયદો-વ્યવસ્થા જાળવવામાં ખડેપગે જોવા મળ્યો હતો ત્યારે ખુરશી ઉપર બેસેલી મહિલા પોલીસ કર્મચારી તેની મતગણતરીની ફરજ સાથે ખોળામાં તેના બાળકને લઈ માતા તરીકેની ફરજ પણ નિભાવતી જોવા મળી હતી. સવારથી જ મતગણતરીને લઈ પોલીસ બંદોબસ્ત માટે આ મહિલા પોલીસ કર્મચારીને હાજર થઈ જવાનું હતું તેથી પોતાના બાળકની સંભાળ અને ઈલેક્શન ડ્યુટીની બેવડી જવાબદારી આ મહિલા પોલીસે નિભાવી હતી.
Advertisement