Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડબેંક રાજપીપલાને 160 યુનિટ રક્ત મળ્યું.

Share

રાજપીપલા ખાતે આવેલ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડબેંક રાજપીપલાના ચેરમેન એન બી મહિડાના સનિષ્ઠ પ્રયાસોથી કાલુપુર બેંક સુરત ખાતે રક્તદાન બે શિબિર યોજાઈ હતી. જેમાં 16 ડિસેમ્બરે યોજાયેલ રક્તદાન કેમ્પમા 67 યુનિટ તથા તા.18 ડિસેમ્બરે યોજાયેલ રક્તદાન કેમ્પમા 93 યુનિટ મળી કુલ 160 યુનિટ રક્ત એકત્રિત કર્યું હતું. જે એકત્ર થયેલ રક્ત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડબેંક રાજપીપલાને 160 યુનિટ બ્લડ મળ્યું હતું. જે માટે એન બી મહિડાએ કાલુપુર બેંકના આયોજકોનો આભાર માન્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપલા ખાતે આવેલ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડબેંક રાજપીપલાના ચેરમેન એન બી મહિડા જ્યારથી ચેરમેન બન્યા છે ત્યારથી રાજપીપલા બ્લડ બેંકે સારી એવી એવી પ્રગતિ કરી છે. તેમના અંગત રસ અને સંનીષ્ઠ પ્રયાસોને કારણે વિવિધ સંસ્થાઓ સાથે સંપર્ક કરીને વિવિધ રક્તદાન કેમ્પો યોજી ને સૌથી વધારે રક્ત બ્લડ બેંકને અપાવ્યું છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ગોધરા: મહિસાગર નદીમાં ગેરકાયદેસર ખનન મામલે ૨૮ ઇસમો સામે ખનીજચોરીની ફરિયાદ નોધાતા ખળભળાટ

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસીમાંથી બિસ્કીટ ભરેલ ટેમ્પો ચોરી : સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ.

ProudOfGujarat

પોલીસ તંત્ર માટે રવિવાર ગૌરવવંતો બનશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!