ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે ગ્રામ પંચાયતોની ચુંટણીની મત ગણતરી હાલ ચાલી રહી છે. ચાલુ મત ગણતરી દરમિયાન એક રુમમાં એક સાપે દેખા દેતા મત ગણતરીમાં કાર્યરત કર્મચારીઓ અને હાજર ઉમેદવારોમાં નાસભાગ મચી જવા પામી હતી.
આ સમયે રુમમાં અફરાતફરી મચી હતી. જોકે ઝઘડીયાની સેવ એનિમલ ટીમના સુનિલ શર્માએ તાત્કાલિક સ્થળ ઉપર આવીને સાપને પકડી લીધો હતો. ત્યારબાદ આ પકડાયેલ સાપને સલામત સ્થળે છોડી દેવાયો હતો. સાપને પકડી લેવાતા મત ગણતરી સ્ટાફ અને ઉમેદવારોએ રાહત અનુભવી હતી. સાપની હાજરીથી સદભાગ્યે કોઇને નુકશાન ન થતા સહુએ હાશકારો અનુભવ્યો હતો.
Advertisement
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ