ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે આજે તાલુકાની ૬૭ ગ્રામ પંચાયતોની ચુંટણીની મતગણતરી ચાલી રહી છે. ગણતરી દરમિયાન હાજર રહેલા ઉમેદવારો પૈકી જરસાડ ગ્રામ પંચાયતના સભ્યપદ માટેના ઉમેદવારને ચક્કર આવતા તે નીચે પડી ગયો હતો. ચાલુ મત ગણતરી દરમિયાન જરસાડ ગ્રામ પંચાયતના રાજેશભાઇ મંગાભાઇ વસાવા નામના ઉમેદવારને એકાએક ચક્કર આવતા તે નીચે પડી ગયો હતો. ઉમેદવારને ચક્કર આવતા તંત્ર એકદમ હરકતમાં આવી ગયુ હતુ. મત ગણતરી કેન્દ્ર ખાતે હાજર રહેલ આરોગ્ય ટીમે તાત્કાલિક આ ઉમેદવારને સારવાર આપી હતી. જોકે સારવાર બાદ ઉમેદવાર સ્વસ્થ થતા તંત્રએ રાહત અનુભવી હતી. આ લખાય છે ત્યાં સુધીમાં ૧૦ ગ્રામ પંચાયતોના પરિણામ બહાર પડી ચુક્યા છે. મત ગણતરી કેન્દ્રની બહાર તાલુકાના વિવિધ ગામોએથી આવેલા ઉમેદવારો અને તેમના સમર્થકોની હાજરી જોવા મળી રહી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
Advertisement