Proud of Gujarat
GujaratFeaturedINDIA

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને ક્લોવ ડેન્ટલએ આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ ડેન્ટલ ઇન્સ્યોરન્સ ઓફર કરવા માટે વ્યૂહાત્મક ભાગીદારી કરી જે દાંતની કેશલેસ સારવાર પૂરી પાડશે.

Share

• આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે તેના ગ્રાહકો માટે તેની ડેન્ટલ ઇન્સ્યોરન્સ સર્વિસને ક્લોવ ડેન્ટલ મારફતે ઉપલબ્ધ કરાવી , તે ભારતમાં 24 શહેરોમાં 342 ક્લિનિક્સની સાથે સૌથી મોટી ડેન્ટલ શૃંખલા છે.

• ઓફર આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ (ઓપીડી) લાભ હેઠળ આવરી લેવામાં આવશે અને ગ્રાહકોને કેશલેસ ધોરણે ઉપલબ્ધ થશે.

Advertisement

ભારતની અગ્રણી ખાનગી સામાન્ય વીમા કંપનીઓ પૈકીની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીએ દાંતનો વીમો ઓફર કરવા માટે ભારતના સૌથી મોટા ઓરલ ક્લિનિક્સનું નેટવર્ક ધરાવતી ક્લોવ ડેન્ટલ સાથે સહયોગ કર્યો છે. આ ઓફર ઓપીડી લાભ હેઠળ આવરી લેવામાં આવશે અને ગ્રાહકોને કેશલેસ ધોરણે ઉપલબ્ધ થશે. આ ભાગીદારી ક્લોવ ડેન્ટલના ગ્રાહકોને મોઢાની બિમારી સામે સહાય પૂરી પાડવા માટે સારી રીતે તૈયાર છે જે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના ઓપીડી લાભ હેઠળ દાંતની સારવારના તમામ જરૂરી ખર્ચને સમાવિષ્ટ કરશે.

છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી, ભારતમાં મોઢાની બિમારીઓ સૌથી વધુ પ્રચલિત રોગ જૂથોમાંની એક છે. મોઢાના રોગોની વાત આવે ત્યારે મોંનું કેન્સર, દાંતનો સડો અને પેઢાના રોગોની ચિંતા મુખ્ય છે. મહામારીને કારણે સંપૂર્ણ આરોગ્યની સારવારની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો છે અને મોઢાનું આરોગ્ય તેનાથી અલગ નથી. વાયરસે મોઢાની બહુવિધ બિમારીઓ દર્શાવી છે, જેને અટકાવી શકાય છે જો વ્યક્તિ તેના મોં ના આરોગ્યની કાળજી લે. જાગરૂકતા વધી રહી છે તેમ ભારતીયો એવા વીમા પ્રદાતાઓની શોધ કરી રહ્યા છે જેઓ ફુગાવા, સામગ્રી અને સાધનોની ઊંચી કિંમત, નવીનતાઓ, મોંઘા સેટઅપ અને લેબને કારણે દાંતની સારવારના ભાવમાં થયેલા વધારા સામે તેમની દાંત અને મોઢાના આરોગ્યની જરૂરિયાતોને અને તેની કાળજી લેતાવીમાને સામેલ કરે. વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડએ ક્લોવ ડેન્ટલના સહયોગમાં આ સેવાને કેશલેસ ધોરણે ઓપીડી પ્રોડક્ટ હેઠળ લાભ કવચ તરીકે રજૂ કરી છે.

દાંતના વીમાને સામાન્ય રીતે આરોગ્ય વીમા સાથે જોડવામાં આવે છે જ્યાં દાંતની બિમારીઓ વિશિષ્ટ રીતે આવરી લેવામાં આવતી નથી. ઉપરાંત, પરંપરાગત આરોગ્ય વીમા પૉલિસી સામાન્ય રીતે ઇન-પેશન્ટ ડિપાર્ટમેન્ટ (આઈપીડી) ખર્ચને આવરી લે છે જેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે. બહારના દર્દીઓના વિભાગના ખર્ચ જેમ કે ડૉક્ટરની કન્સલ્ટેશન ફી, હેલ્થ ચેક-અપ, ફાર્મસી બિલ, દાંતની સારવાર અને નૈદાનિક તપાસનો સામાન્ય રીતે વીમા કવચમાં સમાવેશ થતો નથી. દેશમાં સૌથી મોટી ડેન્ટલ ચેઇન સાથે ગ્રાહકોને ઓપીડી લાભો સાથે ડેન્ટલ ઇન્શ્યોરન્સ પૉલિસી મળશે, જે હવે પહેલાં કરતાં વધુ આવશ્યક છે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના ક્લેમ્સ એન્ડ રિઇન્શ્યોરન્સના ચીફ-અંડરરાઇટિંગ સંજય દત્તાએ જણાવ્યું હતું કે, “ગ્રાહકોને મોઢાની અને દાંતની યોગ્ય સારવાર પૂરી પાડવામાં ઘણું અંતર છે. આ સહયોગ દ્વારા, અમે આ અંતરને દૂર કરવા અને ભારતમાં નિવારક ડેન્ટલ કેરને જોવામાં આવે તે બદલાવ લાવવા માટે એક પગલું આગળ લઈ જઈએ છીએ. અમારો પ્રયાસ અમારા ગ્રાહકોને સસ્તું, સરળતાથી સુલભ અને મુશ્કેલી-મુક્ત દાંતના વીમાનો ઉકેલ ઓફર કરવાનો છે, જે તેમને દાંતની સારવારના વધતા ખર્ચને દૂર કરવામાં મદદ કરે છે અને મોઢાની સારવાર માટેની તેમની જરૂરિયાતનો ઉકેલ લાવે છે.”

ક્લોવ્સ ડેન્ટલ્સના ચીફ ક્લિનિકલ ઑફિસર લેફ્ટનન્ટ જનરલ ડૉ. વિમલ અરોરાએ જણાવ્યું હતું કે, “લોકોને દાંતની સારવાર માટે કેશલેસ વીમાની જોગવાઈ નિવારક દાંતની સંભાળના નવા યુગની શરૂઆત કરશે જેનો ભારતમાં અભાવ હતો અને તે બધા માટે સંપૂર્ણ આરોગ્યના હેતુને હાંસલ કરવા તરફ આગળ વધશે. સામાન્ય રીતે ભારતીય વસ્તીના સાત ટકા કરતા પણ ઓછા લોકો માન્યતા પ્રાપ્ત સંભાળ પ્રદાતાઓ પાસેથી દાંતની સારવાર લે છે અને તે પૂરવાર થયું છે કે મોઢાના આરોગ્યને કાર્ડિયાક, એન્ડોક્રિનલ, ન્યુરોજેનિક અને સંધિવા સંબંધીત બિમારીઓ સાથે સીધો સંબંધ છે. વધુમાં તે સગર્ભાવસ્થાને પણ પ્રતિકૂળ અસર કરે છે અને સ્તનપાન કરાવતી માતાઓમાં તેની નોંધપાત્ર અસર થાય છે. 24 શહેરોમાં 342 અદ્યતન ક્લિનિક્સમાં 750થી વધુ ઉચ્ચ પ્રશિક્ષિત દંતચિકિત્સકોની અમારી ઝડપથી વિસ્તરી રહેલી ટીમ આઈસીઆઈસીઆઈ ગ્રાહકોને કાર્યક્ષમ અને દાંતની સમયસર સંભાળ સાથે સરળ સારવાર પૂરી પાડે કરે છે. અમારી એઆઈ-સક્ષમ ટેક્નોલોજીઓ અને ડેન્ટલ ક્વોલિટી મેનેજમેન્ટ પ્રોટોકોલ એ સુનિશ્ચિત કરે છે કે દરેક દર્દીને યોગ્ય નિષ્ણાતો પાસેથી યોગ્ય સારવાર, યોગ્ય સમયે, યોગ્ય કિંમતે, સૌથી પીડારહિત રીતે મળે. ક્લોવ ડેન્ટલમાં સુપર સ્પેશિયાલિટી ટીમ જટિલ સર્જરીઓ, ઇમ્પ્લાન્ટ રિહેબિલિટેશન, કોસ્મેટિક ટ્રીટમેન્ટ તેમજ એલાઇનર્સ અને રિસન્ટ એડવાન્સીસમાં સિંગલ ડે ઇમ્પ્લાન્ટ્સ પણ કરે છે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના ગ્રાહક-કેન્દ્રિત અભિગમને વિસ્તૃત કરીને, નવો સહયોગ ગ્રાહકોને ગુણવત્તાસભર સંભાળ, સ્વચ્છતાના ધોરણો, નૈતિક સારવાર અને પ્રમાણિત કિંમતો પણ પ્રદાન કરશે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ લાખો ગ્રાહકોને તેમની જરૂરિયાત પ્રમાણે વ્યક્તિગત અને સરળ રીતે વીમા સર્વિસ પૂરી પાડવામાં મોખરે છે. આ ઉદ્દેશ્ય સાથે, કંપની તેના પોલિસીધારકોને મુશ્કેલી મુક્ત ગ્રાહક અનુભવ પ્રદાન કરવા માટે નવીન સહયોગ અને વ્યૂહાત્મક સહયોગો કરી રહી છે. આ વ્યૂહાત્મક જોડાણ સાથે, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને ક્લોવ ડેન્ટલ ભારતીય વસ્તીના મોટા વર્ગને મોઢાના પ્રિવેન્ટીવ આરોગ્ય વિશે શિક્ષિત કરવા અને કેશલેસ ધોરણે ગુણવત્તાયુક્ત સારવાર પૂરી પાડવા માટે સારી સ્થિતિમાં છે જે મોટા ભાગના મોઢાના આરોગ્યની સ્થિતિ સુધારવામાં મદદ કરશે. કંપની નવીન ઉકેલો લાવવાનું ચાલુ રાખશે જે વીમા ગ્રાહકો માટે તેમનો વીમો ખરીદવાનું અને તેમની જરૂરિયાતોને પૂરી કરવાનું સરળ બનાવે છે.


Share

Related posts

વડોદરા : 15 વર્ષની કિશોરી સેનેટરી નેપ્કિન બાબતે કરી રહી છે ગામડાની મહિલાઓને જાગ્રત : 15 પોલીસ સ્ટેશન બહાર સેનિટરી નેપ્કિન મશીન મુકાવ્યાં.

ProudOfGujarat

અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે તાજીયા કમિટી સાથે મિટિંગ યોજાઈ

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે આવેલ બ્રધરન ચર્ચમાં નાતાલ પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!