અંકલેશ્વરનાં જી.આઇ.ડી.સી એ.આઇ.એ. હૉલ ખાતે મ્યુઝીકલ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અંકલેશ્વરનાં આલાપ સેન્ટરનાં સંચાલક તથા સંગીતના વિદ્યાર્થીઓએ ભાગ લઈ સમગ્ર સંગીત સંધ્યાને સફળ બનાવી હતી.
અંકલેશ્વર જી.આઇ.ડી.સી નાં એ.આઇ.એ હૉલ ખાતે તાજેતરમાં “સાત સૂરોના સરનામે” સંગીતનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી સુગમ સંગીત, હિન્દી સિનેમાના પ્રચલિત ગીતો, હાલરડાં, બાળગીતો, ગરબા, કવ્વાલી, ગઝલ, ભજન, પ્રણયગીતો, ડાયરના ડાકલા અને પ્રેમગીત સહિતની મ્યુઝીકલ વિભાગના આલાપ સેન્ટર ફોર મ્યુઝીક 6 વર્ષથી માંડી 50 વર્ષ સુધીના વિદ્યાર્થીએ પ્રસ્તુત કર્યા હતા. આલાપ મ્યુઝીક સેન્ટરનાં સંચાલક અતીત કાપડિયાએ સુગમ સંગીતની રચનાઓ ગાઈને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ સંગીતના કાર્યક્રમમાં અંકલેશ્વરના સામાજિક અગ્રણીઓ, લ્યુપિન લિમિટેડના જનરલ મેનેજર નિલેષ સરેયા, એ.આઇ.એ.ના પૂર્વ પ્રમુખ મહેશ પટેલ, રોટરી કલબના પ્રેસિડેન્ટ જીજ્ઞેશ પટેલ, સેક્રેટરી હેતલ પટેલ, સહિતના શહેરનાં મોભીઓએ હાજરી આપી સંગીતના કાર્યક્રમને અંત સુધી ઉપસ્થિત રહી માન્યો હતો.