વડોદરામાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી લખતી ટીપલાઇન પરથી દાખલ થયેલ ગુનામાં એક શખ્સને વડોદરા સાયબર ક્રાઇમ એ ઝડપી પાડયો છે.
આ કેસની મળતી માહિતી અનુસાર ચાઇલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત સાયબર ક્રાઈમ દ્વારા ગુનાની તપાસ કરતાં અને ગુનો શોધી કાઢવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં વડોદરાના CP સમશેરસિંહ, JCP ચિરાગ કોરડીયા, DCP જયદીપસિંહ જાડેજા, સાયબર ક્રાઇમના હાર્દિક મકદીય તરફથી સૂચનાઓ મળતા આંતરરાષ્ટ્રીય સ્તરે “નેશનલ સેન્ટર ફોર મિસિંગ એન્ડ એકસપ્લોઇટેડ ચિલ્ડ્રન” નામની સંસ્થા દ્વારા ચાઇલ્ડ પોર્નોગ્રાફી તથા સેક્સ્યુઅલ મટિરિયલ સોશ્યલ માધ્યમો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ, યુટ્યુબ, સ્નેપચેટ જેવા માધ્યમોમાં આપ-લે કરવામાં આવે છે. જે માહિતી વડોદરા ખાતે પ્રોપેર ચેનલથી કરવામાં આવતા શંકાસ્પદ જણાતા સદ્દામ ઇબ્રાહિમ શેખ નામના આરોપીને ઝડપી લઈ વડોદરા પોલીસે તેની સધન પૂછપરછ હાથ ધરી છે.